SURAT

એલિમિનેટર રાઉન્ડની મેચમાં સુરત સ્ટ્રાઈકર્સની ટીમે પાર્થ ટેક્સને 50 રને પરાજય આપ્યો

સુરત: સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આયોજિત સુરત પીપલ્સ બેન્ક પુરસ્કૃત અને મીડિયા પાર્ટનર ગુજરાતમિત્ર સહિતના સહિયારા પ્રયાસો થકી IPLની તર્જ પર રમાઈ રહેલી સુરત ક્રિકેટ લીગ અંતિમ તબક્કામાં પહોંચી છે.

તા.6/4/2023ના રોજ બપોરે 3 વાગ્યે શરૂ થયેલી એલિમિનેટર રાઉન્ડની મેચમાં સુરત સ્ટ્રાઈકર્સની ટીમે પાર્થ ટેક્સને 50 રને હરાવી ટાઇટલ જીતવાની આશાઓ જીવંત કરી છે. પાર્થ ટેક્સે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. સુરત સ્ટ્રાઈકર્સની ટીમ 20 ઓવરમાં 158 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી.

158 રનનો સ્કોર ચેઝ કરવા મેદાને ઊતરેલી પાર્થ ટેક્સની ટીમ 16.2 ઓવરમાં 108 રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ હતી. મેન ઓફ ધ મેચ રહેલા સરલ પ્રજાપતિએ 10 બોલમાં 13 રન અને 2.2 ઓવરમાં 7 રન આપી 3 વિકેટ ઝડપી ઓલરાઉન્ડર દેખાવ કરી ટીમને વિજય અપાવ્યો હતો. ગુરુવારે સાંજે 7 વાગ્યે જે ટીમ જીતશે એ 9 એપ્રિલે રવિવારે ફાઇનલ મેચ રમશે. જ્યારે જે ટીમ હારશે એ સુરત સ્ટ્રાઈકર્સની ટીમ સાથે રમશે.

એલિમિનેટર રાઉન્ડની મેચના પરિણામ પછી ઇનામ વિતરણ સેરેમનીમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને SDCAના પ્રમુખ હેમંત કોન્ટ્રાક્ટર, SDCA સેક્રેટરી હિતુભાઈ પટેલ (ભરથાણા) અને ક્રિકેટ સેક્રેટરી ડો.નૈમેષ દેસાઈ હાજર રહ્યા હતા.

Most Popular

To Top