સુરત: (Surat) પીપલોદ ખાતે ટી સ્પાની (Spa) આડમાં થાઈલેન્ડની યુવતીઓ (Thailand Girls) પાસે દેહવેપારનો ધંધો કરાવતા સ્પા ઉપર ઉમરા પોલીસે રેડ કરી હતી. પોલીસે ત્રણ થાઈલેન્ડની યુવતીઓને મુક્ત કરાવી સ્પાની મહિલા મેનેજરની (Manager) ધરપકડ કરી સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. સંચાલક ગ્રાહકદીઠ 1000 રૂપિયા લલનાઓને આપતો હતો. ઉમરા પોલીસે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
- પીપલોદમાં ટી સ્પાની આડમાં દેહવેપાર: થાઈલેન્ડની યુવતીઓ સાથે ગ્રાહકો પકડાયા
- રાજહંસ સીનેમાની બાજુમાં ક્રોમાની ઉપર ત્રીજા માળે સ્પાના નામે કુટણખાનું ચાલી રહ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી
- ઉમરા પોલીસે ડમી ગ્રાહક મોકલીને રીપલ મોલમાં ટી સ્પા નામથી ચાલતી દુકાનમાં રેઈડ કરી હતી
- મોલમાં ચાલતાં સ્પામાં છ કેબિન બનાવવામાં આવી હતી: 3 થાઈલેન્ડની યુવતી, 3 ગ્રાહક મળ્યા: મહિલા મેનેજરની ધરપકડ, સંચાલક વોન્ટેડ
પીપલોદ ખાતે રાજહંસ સીનેમાની બાજુમાં ક્રોમાની ઉપર ત્રીજા માળે સ્પાના નામે કુટણખાનું ચાલી રહ્યું હોવાની માહિતી પોલીસ કંટ્રોલરૂમમાંથી ઉમરા પોલીસને આપવામાં આવી હતી. ઉમરા પોલીસે ડમી ગ્રાહક મોકલીને રીપલ મોલમાં ટી સ્પા નામથી ચાલતી દુકાનમાં રેઈડ કરી હતી. દરમિયાન કાઉન્ટર પર એક મહિલા તથા તેની બાજુમાં બેસેલા ત્રણ ગ્રાહકો મળી આવ્યા હતા. પેસેજની બાજુમાં 6 કેબીન બનાવી હતી. જે પૈકી એક કેબીનમાં 3 લલનાઓ મળી આવી હતી.
બીજી એક કેબીનમાં એક મહિલા અને ડમી ગ્રાહક કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. બહાર ઉભી મહિલાએ પોતાનું નામ મનિષા ઉર્ફે તન્નુ બામને (ઉ.વ.24, રહે.હરિનગર, ઉધના) અને પોતે ત્યાં મેનેજર તરીકે નોકરી કરતી હોવાનું અને સ્પાનું સંચાલન અમિત નામનો વ્યક્તિ કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે મહિલાને પકડી સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો તથા ગ્રાહકોને તેમના નામ પુછતા રવિ પોપટ મોરડીયા (ઉ.વ.34, રહે.રેશમભવન એપાર્ટમેન્ટ, પુણા ગામ), એઝાજ ઇરઝુલભાઈ પટેલ (ઉ.વ.26, રહે.કોસાડ આવાસ, અમરોલી) તથા પ્રક્ષાલ નીરજભાઈ મહેતા (ઉ.વ.23, રહે.સંસ્કૃતિ ફ્લેટ્સ, અડાજણ)ની સામે પણ ગુનો દાખલ કર્યો હતો. આ સિવાય પોલીસે ત્રણેય લલનાઓનું નામ પુછતા તે ત્રણેય થાઈલેન્ડની હોવાનું જાણવા મળ્યું હતું. તેમને ગ્રાહકદીઠ 1000 રૂપિયા સંચાલક આપતો હતો. ઉમરા પોલીસે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.