સુરત (Surat) : ઇસ્કોન મોલમાં (Iscon Mall) પટાયા સ્પામાંથી (Spa) 3 થાઇલેન્ડની (Thailand) યુવતીઓ ઝડપાઇ (Arrest) હોવાની વિગત જાણવા મળી છે. તેમાંથી એક યુવતી ગયા વર્ષે ગવીયર ગામમાં થાઇલેન્ડની યુવતીની થયેલી હત્યાની આરોપી છે. તેણે જેલમાંથી છૂટી ત્વરીત પટાયા સ્પાના નામે ચાલતા કૂટણખાનામાં જોડાઇ ગઇ હોવાની વિગત પીએસઆઇ પી.જે. પટેલે જણાવી હતી. સ્પાની આડમાં ચાલતા કૂટણખાનામાંથી હાલમાં તો 3 લલનાને છોડાવાઇ હોવાની વાત કરી છે. આ તમામ લલનાઓ થાઇલેન્ડની વતની છે અને ભારતમાં પ્રવાસી વિઝા પર આવીને દેહ વ્યાપારના (Prostitution) ધંધામાં સક્રિય થઇ છે. આ ઉપરાંત ઇસ્કોન મોલમાં કરવામાં આવેલા આ દરોડામાં (Raid) સંચાલક મુરલીધર યાદવ (રહેવાસી ફલેટ નંબર 105, શ્રીધર કોમ્પલેક્સ, અલથાણ)ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે દુકાનો માલિક માધવરાજ ચેલ્લાસ્વામી (મૂળ રહેવાસી, તમિલનાડુ) તથા કોલા નામની થાઇલેન્ડની મહિલા જે પાર્ટનર હોવાની વિગત જાણવા મળી છે. આ લોકો પોલીસ આવતા ભાગી ગયા હોવાની વિગત જાણવા મળ છે. આ તમામ સંચાલકોને વોન્ટેડ બતાવાયા છે.
તમને જણાવી દઈએ કે સુરત પોલીસ દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર દરોડા (Raid) પાડવામાં આવી રહ્યાં છે. ગયા અઠવાડિયે તા. 13 જૂનના રોજ ઉમરા પોલીસની ટીમને વેસુ ખાતે આવેલા વીઆઈપી હાઈસ્ટ્રીટ બિલ્ડીંગના પહેલા માટે હાઈ લુક્સ સ્પાની આડમાં કુટણખાનુ ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેડ કરતા રતિકાંત હરેકૃષ્ણ (રહે.ગણેશ રેસીડેન્સી સાયણ) એ સ્પા માટે દુકાન ભાડે રાખી હતી. અને ત્યાં કુટણખાનું ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. સ્પામાં રેડ કરતા ગ્રાહક અશ્વિન લાલજી સાવલીયા (રહે. રવિદર્શન સોસાયટી, વરાછા) તથા કિરણ બીપીનચંદ્ર ખિલાવાલા (રહે.ભુલામોડીની પોળ બેગમપુરા), સ્પા સંચાલક હારુન હમીદ ચૌધરી (રહે.એકતા એપાર્ટમેન્ટ, ઉધના) તથા મેનેજર મોંજરુલ મોકબુલ શેખ (રહે.વ્હાઈટ હાઉસ હરિનગર, ઉધના) મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી 43 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્પા સંચાલક ગ્રાહકો પાસેથી મસાજના 1000 અને શરીર સુખ માણવાના 2 હજાર લેતા હતા. પોલીસે પાંચેયની સામે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી હતી.