SURAT

સુરતના આ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતુ કૂટણખાનુ ઝડપાયુ

સુરત: (Surat) સ્પાની (Spa) આડમાં ચાલતુ કૂટણખાનુ એએચટીયુ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યુ છે. પાંડેસરા બમરોલી રોડ પર આવેલા સિદ્ધ વિનાયક પ્લેટેનિયમ શોપિંગ સેન્ટરમાં હર્બલ બ્યુટી એન્ડ સ્પા મસાજની (Beauty and Spa Massage) આડમાં કૂટણખાનુ (Brothel) ઝડપવા પોલીસને (Police) સફળતા મળી હોવાની વિગત જાણવા મળી છે. પોલીસે આ દરોડા કરીને ચાર મહિલા તથા 3 ગ્રાહકોને પકડી પાડયા હતા.

  • સ્પાની આડમાં ચાલતુ કૂટણખાનુ ઝડપાયુ : ચાર મહિલા તથા 3 ગ્રાહકો પકડાયા
  • સ્પામાં અઢાર વર્ષ કરતા નાની ઉંમરના કિશોરોને પ્રવેશ અપાતો હતો

પોલીસને બાતમી મળી હતી કે સગીરવયના યુવાનો આ સ્પામાં જઇ રહ્યા છે. દરમિયાન એએચટીયુ સેલના પ્લેટેનિમ શોપિંગ સેન્ટરના બીજા માળે હર્બલ બ્યૂટી એન્ડ સ્પાના માલિક જોષેફ પોતાના સ્પા પાર્લરમાં બહારથી છોકરીઓ બોલાવતા હતા. ત્યારે મસાજ પાર્લરમાં 23 વર્ષિય સમસુ ઝા જમિરુલ્લ ઇસ્લામ (મુળ વતન વેસ્ટ બંગાળ), સંચાલકની નોકરીએ રાખીને તેમજ સ્પામાં છોકરીઓને સપ્લાય કરનાર રાજા ઉર્ફે રાજ મરાઠી, સંતોષ, છોટુ બિહારીના મારફતે 4 યુવતીઓને પોતાના મસાજ પાર્લરમાં બોલાવી રાખી હતી.

પુરુષ અને મહિલા આરોપીને ઝડપી પડાયા
સ્પાના માલિક અને સંચાલકે છોકરીઓ પાસેથી પોતાના આર્થિક ફાયદા માટે દેહવેપારનો ધંધો કરાવતા હતા. સ્પા મસાજની દુકાનમાં આવતા ગ્રાહકોને શરીર સુખ માણવાની સવલતો પુરી પાડતા હતાં. યુવતીઓ-મહિલાઓ પાસેથી સ્પા-મસાજની આડમાં પોતાના આર્થિક ફાયદા માટે કુટણખાનું ચલાવતા હતા. જેમાં 36 વર્ષિય સંતોષકુમાર રાધેશ્યામ મહંતો, 23 વર્ષિય સૈયદઅનવર નજીર હુસૈન અન્સારી, 27 વર્ષિય સરાફત હુસૈન અબ્દુલ રહીમ સ્થળ પરથી હાજર મળી આવ્યા હતા. દરોડા દરમિયાન કુલ રૂપિયા 24,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્પા-મસાજ પાર્લરમાં મહિલા સપ્લાયરોને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી કરીને 4 યુવતીઓને મુક્ત કરવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે પાંડેસરા પોલીસ મથકમાં હરિયાણાની મહિલા સંચાલક વિરોધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top