SURAT

સુરતની આ એકજ સોસાયટીમાં રહેતા બે યુવકોનું એક રાતમાં શંકાસ્પદ મોત

સુરત: (Surat) ભટાર વિસ્તારમાં એકજ સોસાયટીમાં (Society) એકજ રાતમાં 18 વર્ષ અને 45 વર્ષના યુવકનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. બંનેના મોત હાર્ટ એટેકથી થયાની સંભાવના ડોક્ટરો (Doctors) જોઈ રહ્યા છે. બંને યુવકોનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું છે જેનો રિપોર્ટ આવ્યા બાદ કારણ સ્પષ્ટ થશે.

  • ભટારની એકજ સોસાયટીમાં એકજ રાતમાં 18 વર્ષ 45 વર્ષના બે યુવકોનું શંકાસ્પદ મોત
  • બંનેના મોત હાર્ટ એટેકથી થયાની સંભાવના

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના બાંસવાડાનો કમલેશ જીવન મીના( 18 વર્ષ) સુરતમાં ભટારમાં ખોડિયારનગરમાં તેના કાકા-કાકી સાથે રહેતો હતો. તે ખાનગી હોસ્પિટલમાં સાફસફાઈનું કામ કરતો હતો.ગત રાત્રે બધા જમીને સુઈ ગયા હતા. સવારે પાંચેક વાગે ઊંઘમાં જ કમલેશ મુટ્ઠી બાંધીને જમીન પર પછાડતો હતો. તેને હોસ્પિટલમાં લાવ્યા ત્યારે ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાર્ટ એટેકથી તેનું મોત થયું હોવાની સંભાવના ડોક્ટરોએ વ્યક્ત કરી છે. તેનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે.

તેવીજ રીતે ભટાર ખોડિયારનગરમાં જ રહેતો નફીજ અજીજ ખાન( 45 વર્ષ) રાત્રે સુઈ ગયા બાદ સવારે ઊઠ્યો ન હતો. તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેનું પણ મત નું કારણ સામે આવ્યું નથી. ડોક્ટરોએ હાર્ટ એટેકની સંભાવના વ્યક્ત કરી છે. નફિજનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. તેના રિપોર્ટ બાદ કારણ સ્પષ્ટ થશે.

સણિયા હેમાદમાં સાઇકલ સવાર આધેડને ટેમ્પો ડ્રાઇવરે અડફેટે લેતા મોત
સુરત: સણિયા હેમાદ ગામ વિસ્તારમાં સાઇકલ પર જતા આધેડને ટેમ્પોના ડ્રાઈવરે અડફેટે લેતા ગંભીર ઇજાના કારણે આધેડનું મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સારોલીમાં સણિયા હેમાદ ગામ ખાતેના બ્રાહ્મણ ફળિયામાં રહેતા રમેશભાઈ છગનભાઈ રાઠોડ (૫૨ વર્ષ) ઘરકામ કરીને પત્ની સહિત પુત્રનું ભરણ-પોષણ કરતા હતા. રમેશભાઈ પોતે સાઇકલ લઈને બુધવારે ગામ નજીક ખોડીયાર મંદિર પાસેના ત્રણ રસ્તા પર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન એક ટેમ્પા ચાલકે તેની સાયકલને ટક્કર મારી હતી. રમેશભાઈને અકસ્માતને પગલે ઈજા પહોંચતા સૌપ્રથમ સારવાર માટે ખાનગી ક્લિનિક અને બાદમાં વધુ સારવાર માટે 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. રમેશભાઈનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Most Popular

To Top