SURAT

સુરતમાં તસ્કરો કારમાં ચોરી કરવા આવે છે.. અમરોલીની આ સોસાયટીમાં CCTVમાં કેદ થયા હાઈફાઈ ચોર

સુરત: (Surat) અમરોલી ખાતે આવેલી સોસાયટીમાં ચાર જણાએ કેમેરાનો (Camera) પ્લગ કાઢી બંધ મકાનમાંથી દાગીના અને રોકડ મળીને કુલ 1.44 લાખની ચોરી (Theft) કરી હતી. ખાસ વાત એ છે કે આ ઘટનામાં ચોરી કરનારા ચાર લોકો કારમાં ચોરી કરવા આવ્યા હતાં. સીસીટીવીમાં કારમાં આવતા તસ્કરો (Thief) કેદ થયા હતા.

  • અમરોલીમાં બંધ મકાનમાંથી 1.44 લાખની ચોરી: કારમાં ચાર તસ્કરો આવ્યા હતા
  • તસ્કરોએ પહેલા સીસીટીવીનો પ્લગ કાઢી નાખ્યો હતો

અમરોલી ખાતે આંબેડકરનગરમાં રહેતા 35 વર્ષીય શશીકાંત દિનેશભાઈ ચૌહાણ સચીન ખાતે આવેલી લેબોરેટરીમાં આઈટી મેનેજર તરીકે નોકરી કરે છે. તેમના દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગત 22 તારીખે ભરૂચમાં તેમના પુત્રની તબિયત ખરાબ થતા તેને લેવા માટે નીકળ્યા હતા. અને બીજા દિવસે સવારે તેમના મિત્રએ ફોન કરીને તેમના ઘરનું તાળું તુટેલું હોવાની જાણ કરી હતી.

જેથી તેઓ તરત સુરત આવીને જોયું તો ઘરનું તાળુ તુટેલું હતું. રૂમમાં કબાટમાં જોતા સોનાની વીંટી, બુટ્ટી, પેંડલ, મંગળસુત્ર સહિતના દાગીના ગાયબ હતા. તથા રોકડા 15 હજાર મળીને કુલ 1.44 લાખની ચોરી થઈ હતી. તેમને ઘરે લગાવેલા સીસીટીવી ચેક કરતા સવારે 4 વાગ્યાના સુમારે ઘરની બહાર એક કાર આવી હતી. ચાર અજાણ્યા તેમાં બેસેલા હતા. બે જણા ઉતરીને સીસીટીવી કેમેરાનો પ્લગ કાઢી કેમેરો બંધ કરી દીધો હતો. અને બાદમાં ચોરી કરી ગયા હતા.

ઘોડદોડ રોડ પર ભરબપોરે ચોરીઃ તસ્કરો દાગીના, પાનકાર્ડ, આધારકાર્ડ અને મોપેડની આરસી બુક પણ લઈ ગયા
સુરતઃ ઘોડદોડ પર સુરૂચી સોસાયટીમાં રહેતા દંપત્તિ બહાર ગયા ત્યારે ભરબપોરે તેમના ઘરમાં તસ્કરે દાગીના, રોકડ મળીને 1.45 લાખની ચોરી કરી હતી. તસ્કરો મકાનમાંથી પાનકાર્ડ, આધારકાર્ડ અને મોપેડની આરસી બુક પણ ચોરી ગયા હતા.

ઘોડદોડ રોડ પર સુરૂચી સોસાયટીમાં રહેતા 42 વર્ષીય ઓમપ્રકાશ પુખરાજ જૈન વીઆઈપી રોડ પર આવેલી જૈનમ પેઈ નામની દુકાનમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. ગત 16 તારીખે બપોરે તેમની પત્ની બાળકો સાથે ભટાર ચાર રસ્તા તેમના પિયર ગઈ હતી. અને ઓમપ્રકાશભાઈ પોતે તેમના માતાને મળવા શુભમંગલ સોસાયટીમાં ગયા હતા. બપોરે તેઓ ઘરેગયા ત્યારે બારણાનું લોક તુટેલું હતું. ઘરના બારણા ખુલ્લા હતા. અંદર જઈને જોતા રૂમના દરવાજા પણ ખુલ્લા હતા. તિજોરી ચેક કરતા સોનાના દાગીના જેમાં વીંટી, ચેઈન, ઇયરરીંગ અને ચાંદીના સિક્કા તથા રોકડા 65,600 મળીને કુલ 1,45,600 રૂપિયાની ચોરી થઈ હતી. આ સિવાય પતિ-પત્નીના પાનકાર્ડ, વોટીંગકાર્ડ અને તેમની મોપેડની આરસી બુક પણ ચોરી થઈ હતી. આ અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top