સુરત: (Surat) કતારગામ સ્થિત વાળીનાથ ચોક સ્થિત તિરૂપતિ સોસાયટીમાં (Society) બી 32 નંબરના મકાનમાં સાત વર્ષની બાળકીની લાશ (Dead Body) મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ બાળકી (Child) છેલ્લા બાર કલાકથી ગુમ હોવાની ફરિયાદ તેના પિતા સીબાપ્રસાદ સ્વેન દ્વારા કરવામાં આવી હતી. બાળકીને ગળે ટૂંપો દઇને મારી નાંખવામાં (Murder) આવી હોવાની વાત પીઆઇ અસૂરીયા દ્વારા વ્યકત કરવામાં આવી હતી. આ મામલે પીઆઇ (PI) અસૂરિયાએ જણાવ્યું કે બાળકી તેના રહેણાંકના પડોશીના (Neighbor) ઘરમાંથી મૃત અવસ્થમાં મળી આવી છે.
- કતારગામના વાળીનાથ ચોકમાં સાત વર્ષની બાળકીની ગળે ટૂંપો દઇને હત્યા
- બાર કલાકથી ગુમ બાળકીની પોલીસે આખા શહેરમાં શોધખોળ કરી
- શંકા જતા પડોશીના મકાનનું તાળું તોડ્યું અને લાશ મળી આવી
- પડોશી યુવાન મનોજ તિવારી નાસી છૂટ્યો, પીએમ પછી ખબર પડશે કે બળાત્કાર થયો છે કે કેમ?
બી -36 નંબરના મકાનમાંથી આ બાળકીની લાશ મળી આવી હતી. બાળકી સવારથી ગુમ હોવાથી પોલીસે ઠેર ઠેર તપાસ કર્યા પછી સોસાયટીમાં તપાસ કરી હતી. તે દરમિયાન બી -36 નંબરના મકાનમાં રહેતો યુવાન મનોજ તિવારીનો પણ સવારથી કોઇ અત્તો પતો ન હતો અને ઘરે પણ તાળુ લટકતું હતું. તેથી શંકા જતા પોલીસે તાળુ તોડ્યું હતું. તાળુ તોડતા જ તેમાં બાળકીની લાશ ખાટલા ઉપર પડી હતી. પોલીસ દ્વારા મનોજ તિવારીને પકડવા માટે ચાર ટીમો દોડાવવામાં આવી છે. આ યુવાનના પરિવારજનો લગ્નમાં હોવાની વિગત જાણવા મળી છે.
આ યુવાન તે ફરાર થતા ક્રાઇમ બ્રાન્ચ, ચોક બજારની ટીમ તેને શોધવા માટે દોડી રહી હોવાની વિગત જાણવા મળી છે. બાળકી કેવી રીતે ઘરમાં પહોંચી તે કોંકડુ ઉલેવાનો પોલીસ મોડી રાત્રે પણ કરી રહી હોવાની વિગત જાણવા મળી છે. તેમાં બળાત્કાર કરીને હત્યા થઇ હોવાની થિયરી પર પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. પોલીસ આ મામલે જણાવ્યું કે લાશના પોસ્ટમોર્ટમ બાદ જ આ મામલે બળાત્કાર થયો છે કે નહીં તે કન્ફર્મ થઇ શકશે. દરમિયાન બળાત્કારની વાત સાંભળીને લોકોનો ટોળા ઊમટી પડયા હતા જે દૂર કરવા પોલીસે ભારે જહેમત ઉઠાવી પડી હોવાની વિગત જાણવા મળી છે.