SURAT

સુરતની હોસ્પિટલમાં એક દર્દીના લોહીનું સેમ્પલ બીજાને ચઢાવી દેવાયું

સુરત:(Surat) સ્મીમેર (Smimer) હોસ્પિટલમાં (Hospital) ચામડીના (Skin) વિભાગના ડોક્ટરોએ (Doctors) બેદરાકારી (Negligence) દાખવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એક દર્દીએ (Patient) મેડિકલ (Medical) સુપરિન્ટેન્ડેન્ટને ફરિયાદ કરી છે કે, પીઆરપી (PRP) થેરાપીમાં (Therapy) અન્ય દર્દીના બ્લડ (Blood) સહિતનાં સેમ્પલો તેને ચઢાવી દેવામાં આવ્યાં છે. જેથી તે દર્દીના એચઆઈવી (HIV) સહિતના ટેસ્ટ કરવામાં આવે.

  • સ્મીમેરના ચામડી વિભાગના તબીબોએ અન્ય દર્દીનાં સેમ્પલ ચઢાવી દેવાયાનો આક્ષેપ
  • જે દર્દીને સેમ્પલ ચઢાવાઈ છે તેના એચઆઈવી સહિતના ટેસ્ટ કરવા જોઈએ તેવી માંગ દર્દીએ સુપરિન્ટેન્ડેન્ટ સમક્ષ લેખિતમાં કરી

પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારી બજાર હલીમશાહ ટેકરા ખાતે રહેતા પઠાણ એહમદ રઝાખાન અલ્લાહરખા ખાને સ્મીમેર હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું છે કે, તેને વાળ ખરવાની (Hair Fall) તકલીફ હોવાથી ગત તા.3 જૂને બપોરે તે સ્કીન ઓપીડીમાં ગયો હતો. હાજર ડોક્ટરે PRP થેરાપી વિશે સમજાવતાં હું આ થેરાપી કરાવવા તૈયાર થયો હતો. જ્યાં ઓપીડીમાં જ સેમ્પલ લઈ, ઓપીડીમાં જ એક મશીનમાં રન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા પેશન્ટનું પણ બ્લડ સેમ્પલ લઈ ઉપરોક્ત પ્રોસેસ કરવામાં આવી હતી. અને મારા સહિત બંને દર્દીને એક કલાક પછી PRP થેરાપી થશે એવું ડોક્ટરે જણાવ્યું હતું.

ત્યાર બાદ બ્લડ સેમ્પલ રેડી થતાં બીજા પેશન્ટનું PRPના ઈન્જેક્શનની બે સીરીંજ મારા માથામાં નાંખી દેવામાં આવી હતી. જે બીજા ડોક્ટરને ધ્યાનમાં આવતાં ઈન્જેક્શન આપનાર ફીમેલ ડોક્ટરને બીજી સીરીંજમાં રહેલ PRP આપતાં રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ તે ડોક્ટરે આ કેસમાં ઈન્ફેક્શન (Infection) નહીં લાગશે. હું એક ઈન્જેક્શન લખી આપું છું તે લઈ લો એમ કહી કેસ પેપરમાં ડેક્ષોના ઈન્જેક્શન લખી આપ્યું હતું. જો કે, મને શંકા છે કે જે પેશન્ટનું PRP મારા માથામાં નાંખવામાં આવેલ છે તે HIV, Hbsag, HCV Positive તો નથી ને? માટે તે પેશન્ટને સમયમર્યાદામાં બોલાવી મારી સામે તેનું HIV, Hbsag, HCV ટેસ્ટ કરાવી મારી શંકાનું સમાધાન લાવવામાં તેવી માંગ કરવામાં આવી છે.

કોઈ બેદરકારી થઈ નથી : સિનિયર ડો.અંજુમ
આ અંગે સ્કીન વિભાગના સિનિયર ડો.અંજુમ સાથે થયેલી વાતચીતમાં તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, આ કેસમાં કોઈની ભૂલ કે બેદરકારી થઇ નથી. જે-તે દર્દીનાં સેમ્પલ તે જ દર્દીને ચઢાવવામાં આવ્યાં છે. છતાં જે દર્દીને શંકા કે ગેરસમજ છે તેઓ આવીને અમને મળી શકે. અમે તેમની જે શંકા દૂર કરવાના પ્રયાસ કરીશું.

Most Popular

To Top