સુરત: (Surat) સુરત શહેરમાં ટ્રાફિકની (Traffic) સમસ્યા હલ કરવાની સાથે સાથે પર્યાવરણની (Environment) પણ જાળવણી થાય તે હેતુસર સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરમાં પબ્લિક બાઈસિકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરાયો છે તેમજ મનપા દ્વારા શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનના (Transportation) ભાગરૂપે શહેરમાં ઈ-બસ, બીઆરટીએસ, સિટીબસ પણ શરૂ કરવામાં આવી છે. તેથી પણ આગળ હવે શહેરમાં પબ્લિક ઈ-બાઈક શેરિંગ પ્રોજેક્ટ (Public E Bike Sharing Project) શરૂ કરવા માટે મનપા દ્વારા તૈયારી કરવામાં આવી છે.
- સુરત મનપાની શેરિંગ સાઈકલની જેમ શેરિંગ ઈ-બાઈક પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી
- હાલમાં કલકત્તામાં 400 અને મુંબઈમાં 100 ઈ-બાઈક મુકવામાં આવી છે
- આ ઈ-બાઈકને ચાર્જ થવામાં 3 કલાકનો સમય લાગે છે અને ફુલ ચાર્જમાં ઈ-બાઈક 50 કિ.મી ચલાવી શકાય
હાલમાં ચાર્ટડ કંપની દ્વારા મુંબઈ અને કલકત્તામાં આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. સુરત શહેરમાં ચાર્ટડ દ્વારા હાલ પબ્લિક બાઈસિકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેથી પણ આગળ હવે મનપાએ ઈ-બાઈક શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરવા માટે તૈયારી બતાવી છે, જેથી શહેરીજનો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે આ ઈ-બાઈકનો ઉપયોગ કરી શકશે તેમજ પર્યાવરણની પણ જાળવણી થશે. આ ઈ-બાઈકને ચાર્જ થવામાં 3 કલાકનો સમય લાગે છે અને ફુલ ચાર્જમાં ઈ-બાઈક 50 કિ.મી ચલાવી શકાય છે. હાલ કલકત્તામાં 400 ઈ-બાઈક મુકવામાં આવી છે અને મુંબઈમાં 100 ઈ-બાઈક શરૂ કરવામાં આવી છે. મુંબઈમાં ઈ-બાઈક વધારી 2000 કરાશે તેમ જાણવામાં આવ્યું છે.
ક્લાયમેટ સિટી એસેમેન્ટમાં સુરત શહેરને ફોર સ્ટાર રેટિંગ સાથે એવોર્ડ
સુરત: સ્માર્ટ સિટી મિશનમાં સુરત શહેરની કામગીરી શરૂઆતથી જ અવ્વલ રહી છે. શહેરમાં યોજાયેલી નેશનલ સ્માર્ટ સિટી સમિટના પ્રથમ દિવસે યોજાયેલા એવોર્ડ સેરેમનીમાં સુરત શહેરને વિવિધ કેટેગરીમાં પાંચ એવોર્ડ આપવામાં આવ્યા હતા તેમજ બીજા દિવસે સ્માર્ટ સિટી સમિટમાં ક્લાયમેટ સિટી એસેસમેન્ટમાં મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના ક્લાયમેટ સેન્ટર ઓફ સિટીઝ અંતર્ગત સુરત શહેરને એવોર્ડ એનાયત કરાયો હતો. મેયર હેમાલી બોઘાવાલાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. સુરત શહેરને ફોર સ્ટાર રેટિંગ પ્રાપ્ત થયા હતા તેમજ કુલ 2800 માર્કસ પૈકી સુરત શહેરને 2224 માર્કસ મળ્યા હતા.
કઈ કેટેગરીમાં કેટલા માર્કસ મળ્યા?
- એનર્જી એન્ડ ગ્રીન બિલ્ડીંગમાં 600માંથી 433 માર્કસ
- અર્બન પ્લાનિંગ, ગ્રીન કવર અને બાયોડાવર્સિટીમાં 500માંથી 435 માર્કસ
- મોબીલીટી એન્ડ એર ક્વોલિટીમાં 500માંથી 306 માર્કસ
- વોટર મેનેજમેન્ટમાં 600માંથી 450 માર્કસ
- વેસ્ટ મેનેજમેન્ટમાં 600માંથી 600