SURAT

‘મારી પત્ની માટે ફેર એન્ડ લવલી લઈ આવીએ’ કહીને બહેનને ખેતરમાં લઈ જઈ ભાઈએ કર્યા અડપલાં

સુરત (Surat) : ડિંડોલીમાં એક પિતરાઇ ભાઇએ (Cousin) નજીકમાં જ રહેતી પિતરાઇ બહેનને કહ્યું કે, ‘ચાલ મારી પત્ની માટે ફેર એન્ડ લવલી લઇ આવીએ’ તેમ કહીને બાઇક ઉપર બેસાડીને શેરડીના ખેતરમાં લઇ ગયા બાદ શારીરિક અડપલા (Sexual Abuse) કરવામાં આવ્યા હતા. યુવતીએ બુમાબુમ કરતા પિતરાઇ ભાઇએ માફી માંગીને યુવતીને પરત ઘરે મુકી ગયો હતો. પોલીસે યુવકની સામે ગુનો નોંધી તેની ધરપકડ (Arrest) કરી હતી.

  • મૂળ મધ્યપ્રદેશની 19 વર્ષીય યુવતીની સુરતમાં છેડતી
  • પિતરાઈ ભાઈએ ખેતરમાં લઈ જઈ શારીરિક અડપલાં કર્યા
  • યુવતીએ બુમાબુમ કરતા પિતરાઇ ભાઇએ માફી માંગતા ઘરે મુકી ગયો
  • ડીંડોલી પોલીસે ધરપકડ કરી

પ્રાપ્ત વિગતો મુજબ દેલાડવા ગામે બાંધકામની સાઇટ ઉપર રહેતા અને મુળ મધ્યપ્રદેશના વતની પરિવારની 19 વર્ષિય કાજલ (નામ બદલ્યુ છે) તેના ભાઈ-ભાભી સાથે રહી મજુરી કામ કરીને પરિવારને આર્થિક મદદ કરતી હતી. 20 દિવસ પહેલા કાજલ અને તેની બહેન પોતાના ભાઇ-ભાભી વતન જતા હોવાથી તેઓને મુકવા માટે ડિંડોલીના મધુરમ સર્કલ પાસે આવ્યા હતા. આ દરમિયાન ત્યાં તેનો પિતરાઇ ભાઇ સોમલા બાઇક લઇને આવ્યો હતો. સોમલાએ બંને બહેનોને ‘ચાલો હું તમને ઘરે છોડી દઉ છું’, કહીને બંનેને મોટરસાઇકલ ઉપર બેસાડી લઇ ગયો હતો.

રસ્તામાં સોમલાએ કાજલની બહેનને સોસાયટીના નાકે ઉતારી દીધી હતી, ત્યારબાદ સોમલાએ કાજલને કહ્યું કે, ‘ચાલ આપણે બજારમાંથી મારી પત્ની માટે ફેર એન્ડ લવલી લેતા આવીએ’ તેમ કહીને કાજલને એક શેરડીના ખેતરમાં લઇ ગયો હતો. ત્યાં સોમલાએ કાજલની સાથે શારીરિક અડપલા કર્યા હતા. કાજલે બુમાબુમ કરતા સોમલો ગભરાઇ ગયો હતો અને માફી માંગીને કાજલને ઘરે મુકીને ચાલ્યો ગયો હતો.

બનાવ અંગે કાજલે તેના ભાઈને વાત કરતા સોમલા સાથે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ યુવતી અને તેનો ભાઈ વતન ચાલ્યા ગયા હતા અને ત્યાં માતા-પિતાને વાત કરીને સમાજના આગેવાનોને પણ માહિતી આપી હતી. ત્યારબાદ તેઓ સુરત આવ્યા અને સોમલાની સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી સોમલાની ધરપકડ કરી હતી.

Most Popular

To Top