સુરત: સુરત (Surat) શહેરના વાલક પાટિયા પાસે આવેલી મસ્જિદ પાસે પાર્સલ આપવા માટે ગયેલા પાર્સલ બોયની (ParcelBoy) બાઈક પર કટ્ટર હિન્દુ (Hindu) લખેલુ જોઈને વિધર્મી ભડકી ગયો હતો. અને તેને અમારા ઘર બાજુ આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હતી. સરથાણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ઉધના ખાતે રામેશ્વરનગરમાં રહેતા 22 વર્ષીય મનીષભાઈ પ્રહલાદભાઈ ચૌધરી પાર્સલ સર્વિસનું કામ કરે છે. આજે સવારે સાડા અગ્યિાર વાગે તેમની ઓફિસથી જુદા જુદા પાર્સલ લઈને લસકાણા વિસ્તારમાં રહેતા ગ્રાહકોને પહોંચાડવા બાઈક લઈને નીકળ્યો હતો. વાલક પાટિયા ફારૂકી મસ્જિદ પાસે અલવીરા નામના ગ્રાહકનું પાર્સલ આપવા ગયો હતો. ત્યાં પહોંચીને મનીષે આપેલા મોબાઈલ પર ફોન કરતા એક છોકરીએ ફોન ઉપાડ્યો હતો.
આ છોકરીને પાર્સલ ક્યા આપવું તે અંગે પુછતા છોકરીએ મસ્જિદની પાસે બોલાવી હતી. મનીષે પાર્સલ આપી દીધા પછી તેના પિતા પૈસા લઈને આવ્યા ત્યારે મનીષની બાઈક પર કટ્ટર હિન્દુ લખેલુ વાંચીને તુને યે ક્યુ લીખા હૈ તેમ પુછ્યું હતું. જેથી મનીષે એમ જ લખાવ્યું હોવાનું કહેતા આ છોકરીના પિતાએ શુ તુ મુસ્લિમ લોકોના ઘરે પાર્સલ નથી આપતો? શુ આ બધુ સારૂ લાગે તેમ પુછ્યું હતું. જેથી મનીષે હુ મારા ધર્મ બાબતે કઈ પણ લખુ તેમ કહેતા તેને ગાળો આપવા લાગ્યો હતો. જેથી મનીષને મારવા આવતા મનીષે તેના મેનેજરને ફોન કરીને વાત કરાવી હતી.
બાદમાં તે ફરીથી ગાળો આપવા લાગ્યો હતો. આજ પછી તુ અમારા ઘર બાજુ આવશે તો તને જીવતો જવા દઈશ નહી તેવી ધમકી આપી મારવા આવતા મનીષ ત્યાંથી નાસી ગયો હતો. આ બનાવ અંગે તેણે સરથાણા પોલીસમથકમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.