SURAT

જો આ પ્રયોગ દરેક સ્કૂલ અમલમાં મુકે તો સુરત થોડા જ વર્ષોમાં ગ્રીન સિટી બની જશે

સુરત : (Surat) સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી (JivanBhartiSchool) મો.વ.બુનકી બાળભવન દ્વારા બાળકોમાં પર્યાવરણ (Environment) માટે જાગૃતિ આવે તે હેતુ થી એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જે અનુસાર અહીં અભ્યાસ કરતા બાળકોને વૃક્ષ (Tree) અને છોડ ઉછરેવા માટે આપવામાં આવ્યા છે. વર્ષ દરમિયાન જે ભૂલકાએ (Kids) વૃક્ષ કે છોડની વધુ કાળજી લીધી હશે તેમને એક, બે અને ત્રણ ક્રમાંક આપીને સન્માનિત (Award) કરવામાં આવશે.

સુરતની જીવનભારતી શાળાનો આવકારદાયક પ્રયોગ: હોમવર્કમાં બાળકોને આપ્યું અનોખું કામ

જો દરેક શાળા આ પ્રયોગ અમલમાં મૂકે તો શહેરમાં દર વર્ષ 3 લાખથી વધુ વૃક્ષ અને છોડ ઊૅછરી શકે તેમ છે. આ અંગે જીવન ભારતી મો.વ.બુનકી બાળભવનના આચાર્યા રચનાબેન ચોખાવાળાએ જણાવ્યું હતું કે, શાળામાં ભણતા બાળકોને હોમવર્ક તો આપવામાં આવતું જ હોય છે પરંતુ અમે ભૂલકાઓને વિશેષ હોમવર્ક આપવાનું નક્કી કર્યું છે. બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે તે માટે તેમને તેમના ઘરની સ્થિતિ પ્રમાણે વૃક્ષ કે છોડ આપવાનું નક્કી કર્યું હતું. જે ભૂલકાનો એપાર્ટમેન્ટમાં ઘર હોય તેમને ગેલેરી કે ઘર આંગણે ઊૅછરી શકે તેવા છોડ આપ્યા છે અને જેઓ રો હાઉસ કે બંગલામાં રહે છે અથવા તો જેમના ઘરની આગળ ખુલ્લી જગ્યા હોય તેમને વૃક્ષ આપવામાં આવ્યા છે.

આ વૃક્ષ અને છોડની વ્યવસ્થા નગરસેવિકા અને સુરત મહાનગર પાલિકાની ગાર્ડન કમિટિ સાથે સંકળાયેલા મનિષાબેન આહિરના સહયોગથી કરવામાં આવી હતી. મેં ત્રણ મહિના પહેલા બાળકોને છોડ અને વૃક્ષ આપ્યા છે. બાળકોના વાલીઓએ તેના ગ્રોથના દર મહિને ફોટા પાડીને વર્ગશિક્ષિકાઓને મોકલવાના હોય છે. જેના આધારે છોડ કે વૃક્ષના કાસનું મુલ્યાંકન કરવામાં આવે છે. વર્ષાંતે તેના આધારે જે બાળકોએ તેમના વૃક્ષ કે છોડનો સૌથી સારો ઉછેર કર્યો હશે તેને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

નવા સત્રમાં જે કો એડમિશન લેશે તેમને પણ આ પ્રકારે છોડ કે વૃક્ષ આપવામાં આવશે. આમ આ બીજા વર્ષે અમારા બાળકો 520 વૃક્ષ અને છોડ ઉછરેતા જઇ જશે. સામાન્ય રીતે વૃક્ષારોપણના મોટા મોટા કાર્યક્રમો યોજવામાં આવે છે પરંતુ તેના ઉછેર માટેની યોગ્ય વ્યવસ્થા થી હોતી. જો સુરતની દરેક શાળા આ પ્રોજ્કટ અમલમાં મૂકે તો દર વર્ષે સુરતમાં નવા ત્રણ લાખ જેટલા છોડ કે વૃક્ષ ઊૅછરી શકે તેમ છે.

Most Popular

To Top