SURAT

પત્નીને બહેન અને પુત્રીને ભાણેજ બતાવી SBI ના કર્મચારીએ યુવતી સાથે પ્રેમલીલા રચી ગર્ભવતી બનાવી

સુરત: (Surat) ઉધનામાં રહેતા ક્રેડિટ કાર્ડ (Credit Card) વિભાગના કર્મચારીએ પોતાની પત્નીની ઓળખ બહેન તરીકે અને પુત્રીની ઓળખ ભાણેજ તરીકેની આપીને પાંડેસરાની ઇન્ટિરિયર ડિઝાઈનર (Interior designer) યુવતીને પ્રેમજાળમાં (Love trap) ફસાવી હતી. યુવતીને લગ્નની લાલચ આપી ડુમસની હોટલમાં (Hotel) લઈ જઈ એક વર્ષમાં અવારનવાર તેની સાથે બળજબરી કરી ગર્ભવતિ (Pregnant) બનાવી હતી. યુવતીએ પેટીએમમાં પત્ની સાથેનો તેનો ફોટો જોયા બાદ તપાસ કરતા ભાંડો ફુટતા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની (rape) ફરિયાદ (Complaint) નોંધાવી હતી.

પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે રહેતી 26 વર્ષીય આરતી ગોહિલ (નામ બદલ્યું છે) ઇન્ટિરિયર ડિઝાઈનર છે. દોઢ વર્ષ અગાઉ બમરોલીની SBIની બ્રાંચ પર SBIના ક્રેડિટ કાર્ડ માટે ગઇ હતી. જ્યાં કામ કરતા કર્મચારી હેમચંદ્ર રતનલાલ દાયમા (ઉ.વ. 29 રહે. 74, રામનગર સોસાયટી, વેલકામ પાનની પાછળ, ઉધના) સાથે તેનો પરિચય થયો હતો.

હેમચંદ્રએ કાર્ડના બહાને અવારનવાર ફોન કરતો હતો અને બાદમાં આરતીને જો તેની સાથે લગ્ન નહીં કરે તો આપઘાત (Suicide) કરી લેવાની ધમકી આપતો હતો. બાદમાં આરતીને ઘરે મળવા માટે બોલાવી હતી અને ઘરે લઈ જઈને માતા, ભાઇ તથા પત્નીની ઓળખ બહેન તરીકે અને દોઢ વર્ષની પુત્રીની ઓળખ ભાણેજ તરીકે આપી હતી. આરતીને વિશ્વાસમાં લઈને તેની સાથે લગ્નની વાતો કરીને ડુમસની હોટલમાં લઈ ગયો હતો. જ્યાં છેલ્લા એકાદ વર્ષમાં પંદરેક વખત આરતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરતીએ પાંડેસરામાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

લીવ એન્ડ લાયસન્સ કરારમાં અને હોટલમાં યુવતીનું ખોટુ નામ લખાવ્યું હતું

આરતીને દુકાન ભાડે રાખવામાં મદદ કરી લીવ એન્ડ લાયસન્સના કરારમાં આરતી ગોહિલના બદલે આરતી દાયમા નામે જબરજસ્તી સહી કરાવી હતી. બાદમાં તેને પત્ની તરીકે સાથે રહેવા દબાણ કરતો હતો અને ડુમસની હોટલ મીરામાં લઇ જઇ આરતી સાથે હેમચંદ્રએ શરીર સંબંધ બાંધ્યા હતા.

આરતીને જબરજસ્તી ગર્ભપાતની ગોળીઓ આપી

ગત જુલાઇમાં આરતીએ હેમચંદ્રના પેટીએમ પ્રોફાઇલમાં પત્ની સાથેનો ફોટો જોતા હેમચંદ્રનો ભાંડો ફૂટી ગયો હતો. આરતીએ તપાસ કરતા બહેન તરીકે ઓળખ આપી હતી તે તેની પત્ની નીકળી હતી. અને ભાણેજની ઓળખ આપનાર તેની પુત્રી છે. જેથી હેમચંદ્રએ આરતીને જબરજસ્તી ગર્ભપાતની ગોળી પીવડાવી દીધી હતી.

Most Popular

To Top