SURAT

જેની કાગના ડોળ રાહ જોવાઇ રહી છે તે કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ 2022નુ પરિણામ શનિવારે જાહેર થશે

સુરત: જેની કાગના ડોળ રાહ જોવાઇ રહી છે તે કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ 2022નુ પરિણામ શનિવારે (Saturday) જાહેર થશે. તેમજ વિજેતા શહેરોને રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ અપાશે સુરત (Surat) છેલ્લા બે વર્ષથી દેશભરમાં બીજા ક્રમે આવે છે ત્યારે આ વખતે સુરત અવ્વલ આવે છે કે બીજો નંબર (2nd rank) જાળવી રાખે છે તેના પર મીટ મંડાઇ છે. જો કે એવોર્ડ સેરેમનીમાં હાજર રહેવા માટે સુરતને આમંત્રણ મળ્યું હોવાથી સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત એવોર્ડ વિનર છે તે તો પાક્કુ થઇ ગયુ છે. પરંતુ છેલ્લા બે વર્ષથી દેશના બીજા નંબરનું સ્વચ્છ શહેર તરીકે રહેનાર સુરત આ વખતે પહેલા ક્રમે આવે છે કે કેમ તે જોવું રહ્યું. અવ્વલ આવવા માટે સુરતની સ્પર્ધા ઈન્દોર સાથે છે પરંતુ સુરત અને ઈન્દોરની વસ્તી અને વિસ્તાર સહિત અનેક તફાવત છે. જોકે, જે રીતે પાલિકાએ મહેનત કરી છે તે જોતાં સુરત પહેલો ક્રમ આવો તો નવાઇ પણ નહી હોય તેવુ મનપાના સૂત્રો માની રહ્યાં છે.

આ સેરેમનીમાં સુરત મનપા મેયર, કમિશનર, અને ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલને હાજર રહેવા આમંત્રણ મળ્યું છે. જયારે રાજય સરકાર તરફથી શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયા અને મિશન ડાયરેકટ હાજર રહેશે, આ વખતે સ્વચ્છતા મિશનમાં અગાઉના વર્ષો કરતા ૨૦૨૨ના સર્વેક્ષણમાં વિવિધ માપદંડ અને ભારાંક કેટેગરી તદ્દન ભિન્ન છે. કુલ ૭૫૦ ગુણ વિવિધ કેટેગરી માટે નક્કી કરવામાં આવ્યા છે ભારતના સ્વચ્છ શહેર તરીકે છેલ્લા ઘણાં વર્ષોથી ઈન્દોર પહેલા નંબરે આવે છે અને સુરત બીજા ક્રમે આવી રહ્યું છે. જોકે, સુરત અને ઈન્દોરની વસ્તી અને ભૌગોલિક સ્થિતિ વચ્ચે ઘણો ફરક છે તેમ છતાં સુરત સ્વચ્છતાની દોડમા આગળ જોવા મળી રહ્યું છે. ગત વર્ષે પણ 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં સુરત પહેલા નંબરે રહ્યું હતું.

ઈન્ડિયન સ્વચ્છતા લીગ સ્પર્ધામાં સુરત મનપાને ટોપ ઈમ્પેક્ટ ક્રીએટરનો એવોર્ડ
સુરત: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ઇન્ડિયન સ્વચ્છતા લીગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સહીત દેશના કુલ 1850થી વધુ શહેરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા અંતર્ગત સુરત શહેર દ્વારા તા. 17 મી સપ્ટેમ્બરે ડુમસ બીચ પર ડુમસ ક્લિન્લિનેસ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામાજીક સંસ્થા, એન.જી.ઓ, કોલેજ- સ્કૂલના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સ્વચ્છતા અભિયાન, ઇકો- ફ્રેન્ડલી એક્ઝિબિશન તેમજ કચરાના વર્ગીકરણની જાગૃતિ આધારીત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં નવી દિલ્હી ખાતે એવોર્ડ આપવામાં આવ્યો હતો અને કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના હસ્તે સુરત મહાનગરપાલિકાન વતી કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઇ અને એન્વાયરો એન્જિનિયર જવલંત નાયકે “ટોપ ઈમ્પેક્ટ ક્રીએટર”નો અવોર્ડ સ્વિકાર્યો હતો.

Most Popular

To Top