સુરતઃ (surat) સુરતમાં લોકોએ અસલ સુરત અંદાજમાં ઉતરાયણની (Uttarayan) ઉજવણી શરૂ કરી હતી. સવારમાં (morning) ટેરેસ પર ચઢતા પહેલાં લોકોએ દાન પુણ્ય કર્યુ હતુ. ત્યાર બાદ સવાર સવારમાં સુરતવાસીઓએ ઊંધીયું માટે લાઇન લગાવી હતી. જોકે પતંગબાજીનો ઉત્સાહ વહેલી સવારે થોડો ઓછો દેખાયો હતો. સવારના 10 વાગ્યા પછી લોકો ધાબા પર જોવા મળ્યા હતા.
સુરતમાં અડધી રાત સુધી પતંગ ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. રાંદેર, ભાગળ, ડબગરવાડ વગેરે વિવિધ વિસ્તારોમાં પતંગ, માંજો ખરીદવા લોકોની ભારે ભીડ જામી હતી. આ વિસ્તારોમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ પતંગ, માંજો, ચશ્મા, ટોપી વગેરેની ખરીદી કરવાનો આનંદ માણ્યો હતો. લોકોની એટલી ભીડ જામી કે પગ મૂકવાની પણ જગ્યા ન મળે એવા દ્રશ્યો સર્જાયા હતા. ડબગરવાડમા ટ્રાફિકજામ પણ થઈ ગયો હતો. 13મી જાન્યુઆરીએ રાત્રે હમેશાની જેમ છેલ્લી ઘડીએ પતંગના ભાવ પણ ઘટી ગયા હતા.