National

કોંગ્રેસ સાંસદનું નિધન, ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે ચાલતા હતાં ત્યારે હાર્ટ એટેક આવ્યો

પંજાબઃ (Panjab) રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) દરમિયાન એક દુખદ ઘટના બની હતી. જલંધરનાં કોંગ્રેસના સાંસદ ચૌધરી સંતોખ સિંહનું (Chaudhri Santokh Singh) ભારત જોડો યાત્રા દરમિયાન નિધન થયું હતું. તેઓ રાહુલ ગાંધી સાથે યાત્રામાં ચાલી રહ્યા હતા આ દરમિયાન તેમની તબિયત બગડી હતી. જેને લઇને યાત્રામાં ભાગદોડ મચી ગઈ હતી.

સંતોખ સિંહને તાત્કાલિક ફગવાડાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું. ડોક્ટરનુ જણાવ્યા પ્રમાણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. રાહુલ ગાંધી પણ તેમને જોવા હોસ્પિટલ ગયા હતા. ચૌધરી સંતોખ સિંહ 76 વર્ષના હતા.

જણાવી દઇએ કે યાત્રા આજે સવારે લુધિયાણાના લાડોવાલ ટોલ પ્લાઝાથી ફગવાડા તરફ જઈ રહી હતી. આ દરમિયાન દુખદ ઘટના બની હતી. યાત્રામાં ચાલતા લગભગ 8.45 વાગ્યે તેમની તબિયત બગડી હતી. જે બાદ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાને હાલ પુરતી અટકાવી દીધી છે. યાત્રામાં અફરાતફરી થતા રાહુલ ગાંધીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમની પોતાની સુરક્ષા સિવાય પંજાબ પોલીસના 250 જવાનોને તેમની સુરક્ષામાં લગાડવામાં આવ્યા હતા.

Most Popular

To Top