SURAT

સુરત પોલીસને હંફાવી રહ્યો છે નાનપુરાનો સજ્જુ કોઠારી, હવે કર્યો આ કાંડ

સુરત: (Surat) જમીનની મોટી સોપારી ફોડનાર સજ્જુ ઉર્ફે સાજુ કોઠારી (Sajju Kothari) પોલીસને ચકમો આપીને ભાગી ગયો છે, પરંતુ હજુ પણ તેની ગુનાખોરી ઓછી થઇ નથી. નાનપુરાનો સજ્જુ કોઠારી સુરત પોલીસને હંફાવી રહ્યો છે. 7.50 લાખ પડાવી લીધા બાદ પણ વધુ વ્યાજ અને રૂપિયાની માંગણી કરીને સજ્જુ કોઠારીએ રિક્ષાચાલકને ધમકાવતા ફરી તેના નામે મામલો પોલીસમાં (Police) પહોંચ્યો છે. પોલીસે સજ્જુ કોઠારી અને ફાયનાન્સરની (Financier) સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોડાદરા આસપાસ દાદાના મંદિરની બાજુમાં કૈલાશનગરમાં રહેતા રીક્ષા ચાલક ટીન્કુ કુમાર ઉર્ફે પીન્ટુ કુમાર જગદીશકુમાર મહંતો વર્ષ ૨૦૧૫-૧૬માં પુણા કુંભારીયા રોડ શ્રી કુબેરજી એમ્પાયરમાં આવેલી દુકાનમાં નોકરી કરતો હતો, ધંધામાં મંદી આવતા ટીન્કુ કુમારે દુકાન ભાડે લઇ લીધી હતી. આ ઉપરાંત ટીન્કુએ ગુલામ ભોજાણી પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેમાંથી અંદાજે 7 લાખ જેટલા આપવાના બાકી હતા. ગુલામ વારંવાર ટીન્કુને ફોન કરીને રૂપિયાની ઉઘરાણી કરતો હતો. આ તો ઠીક પરંતુ ગુલામ માથાભારે સજ્જુ કોઠારીને સાથે લઇને ટીન્કુની દુકાને ગયો હતો અને ટીન્કુ કુમારને ધમકી આપી હતી. દરમિયાન ટીન્કુએ 2.50 અને બીજો 3 લાખનો ચેક આપીને સજ્જુ કોઠારીની માફી માંગી લીધી હતી. આ ઉપરાંત પણ સજ્જુ કોઠારીએ વધારે રૂપિયાની માંગણી કરીને ટીન્કુ કુમારને ધમકી આપી હતી. આ મામલે ટીન્કુ કુમારે અઠવા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જમીન ઉપર ગેરકાયદે કબ્જો કરનાર સજ્જુ કોઠારી વિરૂધ્ધ કલેક્ટરનો સુઓમોટો
સુરત: શહેરના કુખ્તાયત બુટલેગર સજ્જુ કોઠારી વિરૂધ્ધ જિલ્લા કલેક્ટર દ્વારા સુઓમોટો દાખલ કરી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે. નાનપુરા જમરૂખગલીમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ ઉભુ કરીને જુગારનો અડ્ડો ચલાવનારા સજ્જુ કોઠારી સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત સરકાર પક્ષ દ્વારા પ્રથમ વખત સુઓમોટો કરાઇ છે.

મળતી વિગતો અનુસાર લેન્ડ ગ્રેબિંગની અરજીઓ ઉપર કલેક્ટર કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરીને પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે ત્યારે કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની બેઠકમાં શહેરના અલગ-અલગ વિસ્તારની 44 જેટલી અરજીઓ મળી હતી. આ અરજીઓ પૈકી 38 અરજીઓ દફ્તરે કરવામાં આવી હતી. જેમાં 4 અરજીઓમાં લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવાનો કલેક્ટર દ્વારા નિર્ણય લેવાયો હતો. આ અરજી પૈકી એકમાં નાનપુરા જમરૂખગલી ખાતે રહેતા કુખ્યાત બુટલેગર મોહંમદ સજ્જુ ગુલામ મોહંમદ કોઠારીએ તેના ઘર નજીક વોર્ડ નં.1 સર્વે નંબર 1985(અ)-(બ) અને 1989-90-91 અને 92 નંબરની જમીન પર ગેરકાયદે કબ્જો કરી ત્યાં જુગારનો અડ્ડો શરૂ કરી દીધો હતો. સરકારી જમીન ઉપર કબ્જો કરી દેવાયો હોવાથી કલેક્ટર દ્વારા સુઓમોટો કરાઈ છે.

Most Popular

To Top