સુરત : સુરતના (Surat) સચિન જીઆઇડીસી (Sachin GIDC) વિસ્તારમાં સોલાર પેનલ (Solar panel) બનાવતી એક કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. સચિન જીઆઇડીસીના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં (Special Economic Zone) આવેલી આ.એ.વારી પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી. આગ લાગવાની સુચના મળતા ફાયર નોટિડફાઇડ એરિયાની ફાયરની અંદાજીત 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. એટલું જ નહિ પણ ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સચિન જીઆઇડીસીમાં લાગેલી આગ વીશે ફાયર વિભાગે જણાવ્યું હતું કે કંપનીમાંથી ફોન આવતા ભેસ્તાન ફાયરને રવાના કરાઈ હતી. એટલું જ નહીં પણ આગ ની ગંભીરતાને લઈ લગભગ સચિન નોટિફાઇડ એરિયાની ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. આગ ને કંટ્રોલ કર્યા બાદ સુરત ફાયરની ગાડીઓ પરત આવી ગઈ હતી.
બપોરે અઢી વાગ્યાની આજુબાજુની ઘટના
ભેસ્તાન ફાયર વિભાગના અધિકારી દિનેશ પટેલે જણાવ્યું હતું કે બપોરના લગભગ અઢી વાગ્યે ફોન આવ્યો હતો. આકાશમાં કાળા ધુમાડો જોઈ ઘટના સ્થળ સુધી પહોંચ્યા હતા. સોલાર કંપનીના આગળ અને પાછળ બન્ને ગોડાઉનમાં આગ લાગી હતી. લગભગ 1 કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી ગઈ હતી. જોકે કુલિંગ કરતા ઘણો સમય લાગયો હતો.
લગભગ સોલાર પેનલનો જથ્થો બળી ગયો હતો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે લગભગ સોલાર પેનલનો જથ્થો બળી ગયો હોય એવા કચરાના ઢગલા કંપનીના માણસોએ ભેગા કરી લીધા હતા. પાછળ ના ભાગે લાગેલી આગ બાદ કંટ્રોલ થતા એમ કહી શકાય કે 80-100 જેટલી સોલાર પેનલ કે પછી બનાવવાની સામગ્રી બળી ને રબર જેવી થઈ ગઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સોલાર પેનલ બનાવતી કપનીની આગ ભીષણ હતી. જોકે નોટિફાઇડ એરિયા સહિતના ફાયર જવાનોએ સમય સર ઘટના સ્થળે પહોંચી ને આગ પર કાબુ મેળવી લીધો હતો. છતાં આગ માં મોટા પ્રમાણમાં સોલાર પેનલ અને બનાવટની સામગ્રી બળી ગઈ હતી. હાલ નુકસાનનો અંદાજીત આંકડો કહેવો પણ મુશ્કેલ છે. પણ મોટું નુકસાન થયું હોય એ વાત ને નકારી શકાય નહિ.