SURAT

સુરત સચિનમાં ગેસ લીકેજ બાદ આગ, ત્રણ માસુમ બાળકો સહિત 5 ગંભીર રીતે દાઝયા

સુરત: સચિનના સુદા આવાસમાં મધરાત્રે અચાનક ગેસ લીકેજ બાદ આગ ફાટી નીકળતા એક જ પરિવારના ત્રણ માસુમ બાળકો સહિત 5 જણા ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ ઉંઘમાંથી જાગીને રડતા માસુમ બાળક માટે દૂધ ગરમ કરવા જતા ઘટના સર્જાઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ ત્રણેય માસુમ સહિત પતિ-પત્ની સિવિલમાં સારવાર હેઠળ હોવાનું અને ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સદામ અન્સારી (સાળા) એ જણાવ્યું હતું કે ઘટના મધરાત્રે 3 વાગ્યાની આજુબાજુની હતી. અચાનક બુમાબુમ થઈ જતા ઉંઘમાંથી જાગીને નીચે ઉતર્યા હતા. બનેવી ફિરોજ અન્સારીના ઘટમાંથી ધુમાડા અને આગ નીકળતી જોઈ હોશ ઉડી ગયા હતા. આખું પરિવાર ગંભીર રીતે દાઝી ગયું હતું. તમામને 108ની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં તમામની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે ઘટના પાછળ ગેસ લીકેજ હોવાનું જાણવા મળ્યું છે. મધરાત્રે ત્રણ પૈકી એક બાળક ઉંઘમાંથી ઉઠી જતા રડતું હતું. માતા જામીની શા બાળક માટે દૂધ ગરમ કરવા માચીસ કે લાઈટર સળગાવતા જ આગ પકડાય ગઈ હતી. ગણતરીની મિનિટોમાં પતિ-પત્ની અને નિદ્રાવાન ત્રણેય બાળકો આગની ઝપેટમાં આવી ગયા હતા. ગંભીર રીતે દાઝી જવાથી ચિચયાળી આખા વિસ્તારમાં ગંજી ગઈ હતી. લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.

વધુમાં જણાવ્યું હતું કે ફિરોજ સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. જામીની ત્રણ બાળક અને ઘર સંભાળતી હતી. હાલ દોઢ વર્ષ પહેલા જ પરિવાર સાથે ફિરોજ બિહારથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. તેમના પરિવારમાં માતા-બહેન સુરતમાં જ રહે છે.

Most Popular

To Top