SURAT

‘તું અરજી પાછી ખેંચી લે, નહીં તો જાનથી મારી નાંખીશુ’: મિલકતદારે આપી ધમકી

સુરત: (surat) ગેરકાયદે બાંધકામમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ (RTI activist) બની અરજી કરી લોકોને હેરાન કરવાની ફરિયાદો સંખ્યાબંધ ઊભી થઇ રહી છે. આ કાયદાનો સદુપયોગ છે કે દુરુપયોગ તે તો તપાસનો વિષય બની ગયો છે. પરંતુ આવા એક એક્ટિવિસ્ટથી કંટાળેલા મિલકતદારે ઘરમાં ઘૂસી સીધા રહેવાની સીધી ધમકી આપી હતી. અલબત્ત પોલીસી આ મામલે જે-તે અસરગ્રસ્ત મિલકતદાર સામે ફરિયાદ દાખલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગેરકાયદે બાંધકામની (Illegal Construction) ફરિયાદ કરીને પછી તોડબાજી કરવાની સેંકડો ફરિયાદો શહેરમાં ચર્ચામાં છે. આવા જ એક કેસમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ યુવકના ઘરમાં ઘૂસી બે અજાણ્યા ‘તું અરજી પાછી ખેંચી લે, નહીં તો જાનથી મારી નાંખીશ’ કહી માર મારી ચાલ્યા ગયા હતા.

  • ‘તું અરજી પાછી ખેંચી લે, નહીં તો જાનથી મારી નાંખીશુ’ : આરટીઆઈ એક્ટિવિસ્ટથી કંટાળેલા મિલકતદારની ધમકી
  • વેડ રોડના વિશ્રામનગર પાસે રહેતા જીગીસ સોસા ઉપર હુમલો થતાં પોલીસ ફરિયાદ

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અખંડ આનંદ કોલેજ સામે વિશ્રામનગર સોસાયટીમાં રહેતા જીગીસ રણછોડ સોસા (ઉં.વ.૩૩)એ બે મહિના પહેલાં ત્રિભોવનનગર સોસાયટીમાં ચાલતા ગેરકાયદે બાંધકામને લઇ અરજી કરી હતી. આ વાતને લઇ બે અજાણ્યા આવ્યા હતા અને જીગીસ સોસાના ઘરમાં ઘૂસી ગયા હતા. તેઓએ જીગીસ સોસાને કહ્યું કે, તેં પાલિકામાં ગેરકાયદે બાંધકામ અરજી કરી છે તે પાછી ખેંચી લે, નહીંતર તને જાનથી મારી નાંખીશું. આ બનાવ અંગે જીગીસ સોસાએ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. આથી ચોકબજાર પોલીસે બે અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આદર્શ સાડીના વેપારીઓએ 17 લાખનો માલ લઇ પેમેન્ટ આપ્યું નહીં
સુરત : શહેરમાં ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓના ઉઠમણું સતત શરૂ રહ્યું છે. આદર્શ સાડીના નામે વેપાર કરતા વેપારીઓએ રૂા.17 લાખનો માલ લઇને પેમેન્ટ નહીં આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજસ્થાનના નાગોરના વતની અને સુરતમાં ગોડાદરા મહારાણા પ્રતાપચોક સાંઈ મીલન રેસીડેન્સીમાં રહેતા સુખવીર રામકિશન ચૌધરી (ઉ.વ.૩૫) મોનીકા ફેશન નામે વેપાર કરે છે. તેઓની પાસેથી ઉત્તરપ્રદેશના આદર્શ સાડીના નામે વેપાર કરતા વેપારી કૈલાશચંદ્ર અગ્રવાલ અને તેના પુત્ર રજત અગ્રવાલ અને રાહુલ અગ્રવાલની સાથે થઇ હતી. તેઓએ સુખવીરની પાસેથી રૂા. ૬ લાખ તેમજ બીજા વેપારીઓની પાસેથી 11 લાખ મળી કુલ્લે 17 લાખનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ આપ્યું ન હતું. બનાવ અંગે સુખવીરભાઇએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top