સુરત: (Surat) નિઝરમાં રોડ અકસ્માતમાં (Road Accident) ઘવાયેલા અને સુરત સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સારવાર દરમિયાન મૃત્યુ પામેલા યુવકનું 13 કલાકે પોસ્ટ મોર્ટમ કરાયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં પણ પોલીસે (Police) ઝીરો નબરથી પોસ્ટ મોર્ટમ નહિ કરાવતા નિઝર પોલીસે સુરત સિવિલ આવી પોસ્ટ મોર્ટમ ની કામગીરી કરવી પડી હોવાનું દુઃખદ કારણ સામે આવ્યું છે. નજીકના સંબંધીઓ એ જણાવ્યું હતું કે 29 વર્ષીય રોહિતની અંતિમ વિધિ વતન મધ્ય પ્રદેશમાં કરવાની હોવાનું કહ્યા બાદ પણ લોકલ પોલીસે કોઈ સહકાર ન આપ્યો એ દુઃખદ છે.
આ અંગે પરિવારે જણાવ્યું હતું કે ઘટના 30 ડિસેમ્બર ની હતી. સુરતના પાલ વિસ્તારમાં રહેતા 29 વર્ષીય રોહિત રામેશ્વર માલવીયાનું નિઝર નજીક બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ રોહિત ને ઉછલ બાદ વ્યારા અને ત્યારબાદ 1 જાન્યુઆરી 2024ના રોજ સુરત સિવિલ હોસ્પિટલ રીફર કરાર્યો હતો. જ્યા રોહિતનું 3 જીના રોજ મળસ્કે લગભગ 4:40 મિનિટે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે બાબતે નિઝર પોલીસને વરદી પણ અપાઇ હતી. એટલું જ નહીં પણ મૃત્યુ બાદ પોસ્ટ મોર્ટમ ઝીરો નબરથી કરી આપવા પોલીસ ને રજુઆત પણ કરાઈ હતી. જેનું મુખ્ય કારણ રોહિતની અંતિમ વિધિ એના વતન MP કરવાની હોવાનું કહેવામાં આવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે લોકલ પોલીસે પોસ્ટ મોર્ટમ બાબતે નિઝર પોલીસ જ આવશે એમ કહી વાત ને ટાળી દિધી હતી. 3જી ના રોજ એટલે કે આજે સવારે 6 વાગે પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહ મુકાયા બાદ સાંજે 5 વાગે નિઝર પોલીસ 4-5 કલાકનો રન કાપી સુરત સિવિલ આવ્યા બાદ પોસ્ટ મોર્ટમ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રોહિતની પત્ની ને આ બાબતે અજાણ રાખવામાં આવી હતી.