સુરત: (Surat) સરથાણામાં રહેતી એક મહિલાના ઘરમાં ભવિષ્યમાં કોઇ સમસ્યા ન થાય તે માટે વિધિ (Rite) કરવાના બહાને કૌટુબિક સસરાએ જ મહિલાની સાથે બળાત્કાર (Rap) ગુજાર્યો હતો. ચાલુ વીધિ દરમિયાન મહિલાના કપડા ઉતારીને પતિ-પુત્રનું મોત થઇ જશે તેવી ધમકી આપીને બળાત્કાર ગુજારવામાં આવતા પોલીસ (Police) ફરિયાદ થઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સરથાણામાં રહેતી હીનાબેન (નામ બદલ્યુ છે)નો સંપર્ક પાંચ વર્ષ પહેલા કૌટુંબિક દિયરના કાકા-સસરા એવા મનજીભાઇ ઉર્ફે મનસુખભાઇ આંબાભાઇ માંડાણી (રહે. વિશાલનગર સોસાયટી, સરથાણા જકાતનાકા)ની સાથે થઇ હતી. શરૂઆતના સમયમાં જ મનજીભાઇએ હીનાબેનને ઘર નડતરરૂપ હોવાનું કહીને રહેઠાણ બદલી નાંખવા કહ્યું હતું. મનસુખભાઇને ગુરુ માની બેઠેલી આ મહિલાએ તેઓની આજ્ઞા મુજબ ઘર પણ બદલી નાંખ્યું હતું. ત્યારબાદ ભવિષ્યમાં કોઇ સમસ્યા ન થાય તે માટે થઇને વીધિ કરવા માટે હીનાબેનને બપોરના સમયે સરથાણા બોલાવવામાં આવી હતી.
શરૂઆતમાં મનસુખભાઇએ હીનાબેનની એક લટ કાપીને ત્યારબાદ તેને નાળીયેરમાં વીટેળી વીધિ શરૂ કરાઇ હતી. થોડી જ વારમાં મનસુખભાઇએ હીનાબેનના કપડા પણ કાઢી નાંખ્યા હતા, હીનાબેનએ વિરોધ કરતા મનજીભાઇએ કહ્યું કે, જો વિધીમાં વિક્ષેપ થયો તો તારા પતિ અને પુત્રનું ધનોતપનોત થઇ જશે તેમ કહીને બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ હીનાબેન સાથે બળાત્કાર ગુજારીને તેના નગ્ન ફોટા પણ પાડી લીધા હતા. આ વાતનો ફાયદો ઉઠાવીને મનસુખભાઇ વારંવાર હીનાબેન સાથે બળાત્કાર ગુજારતા હતા. આ અંગે હીનાબેનએ સરથાણા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોટા વરાછામાં ઘરકામ કરવા જતી મહિલાનું મોપેડની અડફેટે મોત
સુરત: મોટા વરાછા ખરી ફળિયા નજીક પગપાળા ઘરકામ કરવા જઈ રહેલા વૃદ્ધ મહિલાને મોપેડ ચાલકે ટક્કર મારતા તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોટા વરાછા ખરી ફળિયામાં રહેતા 60 વર્ષિય મજુંબેન ઈશ્વરભાઈ રાઠોડ અન્ય ઘરોમાં ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મજુંબેન પતિના અવસાન બાદ તેણી બે પુત્રો સાથે રહેતા હતા. મંજુબેન મંગળવારે સવારે ઘરકામ કરવા જવા માટે ઘર નજીકથી બહાર નીકળ્યા હતા. આ દરમિયાન ફળિયામાં જ એક એક્ટીવા મોપેડ ચાલકે મંજૂબેનને અડફેટમાં લીધા હતા. મંજૂબેનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અમરોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.