SURAT

સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ, પુત્રીને લોહીલુહાણ જોઇ પરિવાર ધ્રુજી ગયો, આરોપીની ધરપકડ

સુરત: સુરતમાં બુધવારે મધરાત્રિએ ચોંકાવનારી ઘટી હતી. 4 વર્ષની એક માસૂમ બાળકી પર અજાણ્યાએ દુષ્કર્મ (Rape) આચર્યું હતું અને પોતાની હવસ સંતોષી તેને રઝળતી મૂકી દીધી હતી. બાળકીનો રડવાનો (Crying) અવાજ સાંભળતા તેની સ્થિત જોઈ પરિવારજનો ચોંકી ગયા હતા અને બાળકીની સારવાર માટે તેને તાત્કાલિક હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવી હતી. પોલીસે (Police) ઓરોપીની ધરપકડ કરી છે.

  • મધ્યરાત્રિએ પરિવારે 4 વર્ષની બાળકીનો રડવાનો અવાજ સાંભળ્યો હતો
  • ડોકટરના જણાવ્યા અનુસાર બાળકીને પ્રાઈવેટ પાર્ટ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ
  • બાળકીને ઓપરેશન માટે ICU ખસેડવામાં આવી હતી જો કે હાલ બેભાન

બનાવની વિગત એવી છે કે સુરતમાં ઈચ્છાપોરમાં મજૂરી કરી પોતાનું ગુજરાત કરતો શ્રમિક પરિવારની 4 વર્ષની પુત્રી સાથે કોઈ અજાણ્યાએ મધ્યરાત્રિએ દુષ્કર્મ આચર્યું હતું. રાત્રિના 2 વાગ્યાની આસપાસ બાળકીના રડવાનો અવાજ સાંભળી પરિવારજનો ઉઠી ગયા હતા અને બાળકીને લોહીલૂહાણ હાલતમાં જોઈને ચોંકી ગયો હતો. બાળકીની સારવાર માટે તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. બાળકીને ઓપરેશન માટે ICU ખસેડવામાં આવી હતી. જાણકારી મુજબ હાલ બાળકી બેહોશ છે. ડોકટરે જણકારી આપી છે કે બાળકીને પ્રાઈવેટ પાર્ટ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. બાળકીની હાલત જોઈને ડોકટર સહિત તબીબો ચોંકી ગયા હતા.

બાળકીની હાલત ગંભીર હોવાથી અને રેપની શંકા હોવાથી ઈચ્છાપોર પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પીઆઇ સહિતનો પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દુષ્કર્મ થયું હોવાનું જણાતા પોલીસ દ્વારા હાલ ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે અજાણ્યા હવસખોર શખસની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસને સફળતા મળી હતી અને આરોપીની ઘરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top