સુરત: (Surat) સુરતમાં ગુનેગારો બેફામ બન્યા છે. પોલીસનો કોઈ ધાક જ રહ્યો નહીં હોય તેમ સરેઆમ હત્યા, બળાત્કારની ઘટનાઓ એક બાદ એક બની રહી છે. આવી જ એક ઘટના શહેરના રાંદેર (Rander) વિસ્તારમાં બની છે. રાંદેર વિસ્તારમાં રહેતા અને કેબલ નેટવર્કના (Cable network) વ્યવસાય સાથે જોડાયેલા યુવાન પર તેની જ સાળીના (Sister-in-law) પ્રેમીએ (Lover) કુહાડીથી (Ax) હુમલો (Attack) કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવાન પોતાના ઘરની બહાર ઉભો હતો ત્યારે ધોળા દહાડે સાળીના પ્રેમીએ પાછળથી આવી કુહાડીના એક બાદ એક ઉપરાછાપરી ઘા ઝીંકવા માંડ્યા હતા.
રાંદેર ખાતે તયબા એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષીય સલીમ હાસીમ સાદીકે રાંદેર પોલીસ સ્ટેશનમાં સજાદ લાલુ શેખ (રહે-લાલુવાડનો ટેકરો લાલબાગ રાંદેર) સામે ફરિયાદ નોંધાવી હતી. સલીમનો તેની સાળી સાથે તથા સાળીના પ્રેમી સજાદ લાલુ શેખ સાથે અગાઉ ઝઘડો થયો હતો. જેમાં સલીમ તથા સજાદે સામ સામે ફરિયાદ કરી હતી. જેની અદાવત રાખીને ગઈકાલે સવારે પોણા અગ્યિાર વાગે સલીમ મોટરસાયકલ લઈ રાંદેર ત્રણ બત્તિ પાસે ઉભો રહી મોબાઇલ ફોનમાં જોતો હતો. તે વખતે સજાદે અચાનક પાછળથી આવી સલીમને કુહાડીથી માથાના પાછળના ભાગે બે ઘા માર્યા હતા તથા કોણીના ભાગે એક ઘા અને કમરના ભાગે ઘા મારી ગંભીર ઇજાઓ કરી હતી. બાદમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. સલીમે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.
ચર્ચા એવી છે કે, બનેવીનાં પ્રેમ લગ્ન બાદ સાળીને મનદુઃખ થયું હતું. આ અંગે બદલો લેવા માટે સાળીએ પોતાના પ્રેમીને કહીને કુહાડી વડે બનેવી ઉપર જીવલેણ હુમલો કરાવ્યો હતો. હુમલામાં સદ્નસીબે બનેવીનો આબાદ બચાવ થયો હતો. માથા પર ટાંકા આવ્યા છે. ભૂતકાળમાં પણ આ યુવાનનો જીવ લેવા પાંચ વખત હુમલા કરાયાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે.
સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા અને કેબલ નેટવર્કના વ્યવસાય સાથે જોડાયેલા સલીમ સાદિક નામનો યુવાન પોતાના ઘર પાસે ઊભો હતો ત્યારે સાળીના પ્રેમી દ્વારા કુહાડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જોતજોતામાં આ પ્રેમી યુવક બનેવી ઉપર એક બે નહીં પણ ચાર પાંચ કુહાડીના ઘા મારી દીધા હતા જેને લઈને શરીફ સાદિકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને લઇ તાત્કાલિક લોકો દોડી આવતા હુમલાખોર ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો અને સલીમ સાદિકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સલીમે જણાવ્યું હતું કે, તેણે આજથી 18 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા જેને લઈને તેની સાળીને દુઃખ થયું હતું. આ મનદુઃખ હોવાને કારણે જ તેના પર આ પાંચમી વખત હુમલો કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં પણ તેના પ્રેમી દ્વારા હુમલો કરી ખંડણી માંગવામાં આવી હતી. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. જેના આધારે પોલીસે તપાસ શરુ કરી છે.