SURAT

બોલો, રાંદેરમાં યુવક ઘરમાં જ ડ્રગ્સ વેચતો હતો, આટલા ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડાયો

સુરત: એક તરફ સુરત (Surat) પોલીસ કમિશનર અજયકુમાર તોમર નો ડ્રગ્સ ઈન સિટી (No Drugs in City) કેમ્પેઈન ચલાવી રહ્યાં છે ત્યાં બીજી તરફ શહેરમાં ઘરોમાં પણ ડ્રગ્સ (Drugs) વેચાવા લાગ્યું છે. સુરત પોલીસે શનિવારે રાંદેરના એક યુવકને ઝડપી પાડ્યો છે. આ યુવક પોતાના ઘરમાં જ ડ્રગ્સ વેચતો હતો. તેમજ પાલીસે (Police) વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતનો રાંદેર વિસ્તાર ડ્રગ્સ માટે કુખ્યાત થયું છે. અવારનવાર અહીંથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. આ વખતે રાંદેર વિસ્તારના પાલનપુર જકાતનાકા ખાતેથી એક યુવક ડ્રગ્સના જથ્થા સાથે પકડાયો છે. જો કે પોલીસે બાતમીના આધારે યુવકને ઝડપી લઈને તેની પાસેથી 11 ગ્રામ જેટલું ડ્રગ્સ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાંદેર પોલીસે ફરી એક વખત MD ડ્રગ્સ પકડી પાડ્યું છે. પાલનપુર જકાતનાકા નજીકથી એક યુવકની ધરપકડ કરી છે. વિષ્ણુ નામના ઈસમ પાસેથી 11 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેની કિંમત 1 લાખ 10 હજાર છે. પોલીસે પ્રતિબંધિત MD ડ્રગ્સ કબ્જે કર્યું છે.

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સ વેચનાર અને લાવનાર પેડલરો સામે આકરી કાર્યવાહી કરી રહી છે. ત્યારે રાંદેર પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ યુવક ઘરેથી ડ્રગ્સ વેચતો હોવાની માહિતી સામે આવી હતી. જેથી હાલ યુવકને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top