સુરત: સુરતમાં (Surat) ગ્રાહકના સ્વાંગમાં જ્વેલરીની દુકાનમાંથી ઘરેણાંની ચોરી (Robbery) કરનાર બે મહિલા ઝડપાઈ છે. આ બંને મહિલાઓ રાંદેર (Rander) વિસ્તારના એક ઝવેરીની દુકાનમાંથી ચાંદીની 23 જોડી પાયલ ચોરી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઝવેરીની નજર ચૂકાવીને દાગીના ચોરી લેતી બે મહિલા ચોરને સુરત પોલીસે (Police) ઝડપી છે. પોલીસે 60 હજારથી વધુના મત્તાની ચોરી કરનાર બંને મહિલાઓને સીસીટીવીની (CCTV) મદદથી ઝડપી પાડી છે.
રાંદેરના જવેલર્સમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. ગ્રાહક બનીને આ મહિલાઓ દુકાનમાં પ્રવેશતી હતી. ત્યારબાદ દાગીના જોવાના નામે બધા દાગીનો જાઈને સિફ્તપૂર્વક ચોરી કરી લેતી હતી. ચોરીની આ સમગ્ર મોડસ ઓપરેન્ડી સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેથી પોલીસે વોચ ગોઠવીને બન્ને મહિલાઓને ઝડપી લીધી હતી.
રાંદેર પોલીસના હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસ દ્વારા મહિલા તસ્કરોને ઝડપી લેવામાં સફળતા મળી હતી. મહિલાઓએ દુકાનદાર યુવકને નજર ચૂકવીને 60 હજારની ચાંદીની 23 જોડી પાયલની ચોરી કરી હતી.બંન્ને મહિલાની પોલીસે ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. હાલ પોલીસે બન્ને મહિલાઓને સાથ કોણ આપતું અને ચોરીનો સામાન ક્યાં વેચતા તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે.