Feature Stories

રમઝાન અને ઈદમાં સુરતના લોકોમાં પરંપરાગત દુપટ્ટા, કુર્તા, પઠાણી, શેરવાનીનો ક્રેઝ

સુરત: (Surat) સુરતમાં રમઝાન (Ramzan) માસમાં ફૂડ બજાર (Food Baazar) તો ફેમસ છે જ પરંતુ આજે આપણે વાત કરવા જઇ રહ્યાં છે રમઝાન માસમાં સુરતી લોકોમાં વિવિધ પ્રકારના કપડાં પહેરવાના ટ્રેન્ડ વિશે જે તહેવારના દિવસોમાં અલગ જ રોનક આપે છે. રમઝાન અને ત્યારબાદ ઈદમાં ખાસ કરીને સુરતી મુસ્લિમ પરિવારોમાં પરંપરાગત પહેરવેશ (Traditional dress) જોવા મળશે. આ પરંપરાનો ક્રેઝ મોટાભાગના સુરતીઓમાં પણ જોવા મળી રહ્યો છે. તેનું કારણ એ છે કે હાલ સુરતમાં પરંપરાગત દુપટ્ટા, કુર્તિ, પાયજામનો ટ્રેન્ડ દેખાઇ રહ્યો છે. અને આ પહેરવેશ તહેવારોના દિવસોમાં સુરતીઓ પસંદ કરે છે.

સુરતનું માર્કેટ ઓલ ઓવર ઇન્ડિયામાં લેડીઝ વેર માટે જાણીતું : અરુણ નકીપુરીયા

સુરત રેડીમેઈડ ગારમેન્ટ એસોસિએશનના પ્રમુખ અરુણ નકીપુરીયાએ યુવાનોમાં ચલતા ટ્રેન્ડ અંગે કહ્યું હતું કે, ટીવી સિરિયલોમાં કલાકારો જે ડિઝાઈનમાં કપડા પહેરે છે. તેની ડિમાન્ડ લોકો કરે છે. રમઝાનના તહેવારને લઈ હાલ સુરતમાં દુપટ્ટા, કુર્તિ, પાયજામનો ટ્રેન્ડ દેખાઇ રહ્યો છે. અરુણ નકીપુરીયાએ ઉમેર્યું હતું કે, સુરતના વેપારીઓ અને દુકાનદારો સારામાં સારી ડિઝાઇનના કપડાં ઓછી કિંમતે આપવાનું પસન્દ કરે છે. જેથી સુરત ઉપરાંત બહારગામમાં
અહીં બનેલા રેડીમેઈડ કપડાની ડિમાન્ડ છે.

ગારમેન્ટ મેન્યુફેક્ચરને 35% પાછલા વર્ષો કરતા વધુ ઓર્ડર મળ્યા : સિવાંગ કાપડિયા

સુરત રેડીમેઈડ ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગના પ્રમુખ સિવાંગ કાપડીયાએ જણાવ્યું હતું કે, સુરતમાં કુલ 100 રેડીમેઈડ ગારમેન્ટ મેન્યુફેક્ચર છે. પાછલા વર્ષ કરતા આ વર્ષે રમઝાન માસને લઈ ઓલ ઓવર ઇન્ડિયામાંથી 35 ટકા ઓર્ડર વધુ મળ્યા છે. જેમાં સલવાર, દુપટ્ટા, મેચિંગ ટોપ, બોટમ તેમજ મેન્સવેરમાં અવનવી ડિઝાઇનમાં શેરવાની અને પઠાણીની ડિમાન્ડ વધી છે.

ઇદના તહેવાર માટે સુરતના રમઝાન બજારોમાં પણ વેચાય છે પરંપરાગત કપડાં
જણાવી દઈએ કે સુરતના રમઝાન બજારમાં પણ આ પ્રકારના પહેરવેશનું સમગ્ર રમઝાન માસ દરમ્યાન વેચાણ થાય છે. રાંદેર, ઝાંપા બજાર, ચોકબજાર, સગરામપુરા વગેરે વિસ્તારમાં કુર્તા પાયજામા, પઠાણી, શેરવાનીનું કપડું વેચાય છે. સાથે જ અહીં તેને સીવી આપવા માટેની સગવડ પણ હોય છે. જેથી કરીને લોકોને એક જ જગ્યાએથી કપડું લઈ સિવડાવવાનું સરળ બને છે અને એકથી એક ટ્રેન્ડી પેટર્ન પણ મળી રહે છે. મહિલાઓ અને ખાસ કરીને બાળકોના કપડાનું પણ આ અહીં રેડીમેડ પહેરવેશનું મોટું બજાર છે. જ્યાં દરેક સાઈઝના કપડા તૈયાર મળી રહે છે.

Most Popular

To Top