સુરત: (Surat) સુરતમાં સોમવારે કમોસમી વરસાદ (Rain) અને મીની વાવાઝોડાના પગલે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝાડ તુટી પડવાના બનાવો, પડી જવાના બનાવો બનતા ફાયર વિભાગની ટીમો સતત દોડતી થઈ હતી.
- શહેરમાં મીની વાવાઝોડાના પગલે 15 જગ્યાએ વુક્ષ તુટી પડયા : કોસાડમાં તાડના જાડ પર વિજળી પડી
- કોસાડ રોડ ખાતે તાડનું ઝાડ વિજળી પડતા બળીને ખાખ થયાનો વિડીયો વાયરલ થયો
- રાંદેરમાં મેઇન રોડ પર જાડ પડતા ટ્રાફિક જામ થઇ ગયો
સોમવાર સવારથી જ વાદળ છવાયું વાતાવરણ સર્જાયું હતું પરિણામે બપોર બાદ ધૂમધકાડા સાથે વરસાદ વરસવાનું શરુ થયો હતો .વરસાદને કારણે શહેરના જુદા જુદા વિસ્તારમાં ઝાડ પડી જવાના કોલથી ફાયર કંટ્રોલ રૂમ ગાજતો રહયો હતો. ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર રાંદેર રામનગર લાઈફ લાઈન હોસ્પિટલ પાસે ઝાડ પડ્યાનો કોલ મળતાની સાથે જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને રસ્તા ઉપરથી ઝાડ હટાવી લીધું હતું. ઘટના રાંદેરના મેઈન રોડ ઉપર બની હતી ઘટના સથળે ટ્રાફિક જામ પણ થઇ ગયો હોયનું ફાયર વિભાગે જણાવ્યું હતું.
આ ઉપરાંત અડાજણ ડી માર્ટ સુપર સ્ટોર પાસે, કતારગામ ગોટાલાવાડી વિસ્તારમાં, રેલ રાહત કોલોની, મુગલીસરા એલઆઇસી બિલ્ડીંગ,અલથાણ ભીમરાડ રોડ,ગોપીપુરા જૂની પોસ્ટ ઓફિસ નજીક અને મજૂરાગેટ નજીકની જૂની આરટીઓ બિલ્ડીંગ પાસે અને અઠવાલાઇન્સની કોર્ટ બિલ્ડીંગમાં સહીત 15 જગ્યાએ ઝાડ પડી ગયાના કોલ ફાયર વિભાગને મળ્યા હતા જોકે આ ઘટનાઓમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકશાન થયું ન હોવાનું ફાયર વિભાગના સૂત્રો એ જણાવ્યું હતું.
વીજળી પડવાથી તાડનું ઝાડ સળગી ગયું
બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરુ થયેલા વરસાદને કારણે અમરોલી કોસાડ આવાસ ખાતેના ટાંકલી ફળિયા પાછળ આવેલા એક મેદાનમાં તાળનું ઝાડ સળગી ગયું હતું. ફાયર વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી આનુસાર તેઓને કોલ મળતાની સાથે જ અમરોલી અને કોસાડ ફાયર વિભાગની ટીમ ઘટના સથળે પહોંચી હતી.અમરોલી ફાયર વિબાગના ફાયર ઓફિસર પ્રિતેશ પટેલે જણાવ્યું હતું કે,તાડના ઝાડ નજીકથી કોઈ પણ હાઇટેનશન વાયર પણ પસાર થતો ન હતો જેને કારણે આગ લાગી હોય,ઝાડ ઉપર વીજળી પડવાને કારણે આ તાડનું ઝાડ ભડભડ સળગી જતા સ્થનિક લોકોમાં પણ ભારે કુતુહલ સર્જાયું હતું.સ્થાનિક લોકોએ આગ લાગ્યાનો વિડ્યો પણ ઉતાર્યો હતો. જોકે ઘયનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઇ ન હતી તેવું ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.