સુરત: (Surat) પશ્ચિમ રેલવેએ (Western Railway) પ્રવાસીઓની ઘસારાને પહોંચી વળવા માટે સુરત-કરમાલી સહિત ત્રણ સ્પેશિયલ ટ્રેન (Special Train) દોડાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત-કરમાલી ટ્રેન 7 માર્ચ 2023ના રોજ સાંજે 19.50 વાગે સુરતથી રવાના થશે અને બીજા દિવસે સવારે 10.25 વાગે કરમાલી પહોંચશે. તેવીજ રીતે કરમાલી-સુરત ટ્રેન 8 માર્ચ 2023ના રોજ કરમાલીથી બપોરે 16.20 વાગે રવાના થશે અને બીજા દિવસે સવારે 8.00 સુરતથી પહોંચશે. રસ્તામાં આ ટ્રેન વલસાડ,વાપી,પાલઘર, વસઈ રોડ, ભીવંડી રોડ,પનવેલ,રોહા,માનગાંવ, ચિપલુણ, સંગમેશ્વર રોડ,રત્નાગીરી અડાવલી વૈભવવાડી રોડ સિંધુદુર્ગ સાવંતવાડી રોડ સહિતના સ્ટેશનો પર થોભશે.
ભાવનગર-બાંદ્રા ટ્રેન 2 માર્ચના રોજ બપોરે 14.50 વાગે રવાના થશે અને બીજા દિવસે સવારે 6 વાગે બાંદ્રા પહોંચશે. બાંદ્રા-ભાવનગર ટ્રેન 3 માર્ચ 2023ના રોજ સવારે 9 વાગે બાંદ્રાથી રવાના થઈને તેજ દિવસે રાત્રે 23.45 વાગે ભાવનગર પહોંચશે. આ ટ્રેન બોરીવલી,વાપી,સુરત, વડોદરા, નડિયાદ, અમદાવાદ,સહિતના સ્ટેશનોએ થોભશે. તેવીજ રીતે સાબરમતી-ઓખા ટ્રેન 16 ફેબ્રુઆરીના રોજ સાબરમતીથી રાત્રે 23.35 વાગે રવાના થઈને બીજા દિવસે સવારે 8.25 વાગે ઓખા પહોંચશે. તેવીજ રીતે આ ટ્રેન ઓખાથી 17 ફેબ્રુઆરીના રોજ રાત્રે 23.45 વાગે રવાના થશે અને બીજા દિવસે સવારે 8.35 વાગે સાબરમતી પહોંચશે. ટ્રેન રસ્તામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ,હાપા, જામનગર, દ્વારકા સહિતના સ્ટેશનો પર થોભશે.