SURAT

પલાયન: મોડી રાત્રે સુરતથી અવધ અને અમદાવાદ-બૈરોની એક્સપ્રેસમાં આટલા હજાર કામદારો વતન રવાના

સુરત: (Surat) સુરત શહેરમાં કોરોના એ ફરી માથું ઉચક્યું છે ત્યારે શહેરમાં વસતા પરપ્રાંતીઓ (Migrant People) પણ વતન જવા પડાપડી કરી રહ્યા છે. સુરત રેલ્વે સ્ટેશન (Railway Station) મારફત ખાસ કરીને યુપી અને બિહારના પરપ્રાંતીઓ વતન જવા રવાના થઇ રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે પણ પરપ્રાંતીઓ વતન (Native Place) જવા રવાના થઇ રહ્યા છે. પ્રતિ દીન બે હજાર લોકોનો ધસારો ફરીથી નોંધાતા રેલવે તંત્રની ઉંઘ ઉડી ગઇ છે. દરમિયાન સુરતના ઉદ્યોગો આવતા દિવસોમાં ફરીથી ફરજિયાત લોકડાઉનની પરિસ્થિતીમાં મૂકાઇ જાય તે દિશા તરફ હવે પરિસ્થિતી સર્જાઇ રહી છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોરોનાએ કહેર ફેલાવ્યો છે. કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે, હોસ્પિટલમાં બેડ નથી, વેન્ટિલેટર અને ઓક્સિજન નથી અને સૌથી ગંભીર બાબત તો છે કે સ્મશાનમાં પણ વેઇટિંગની સ્થિતિનું નિર્માણ થયું હતું. આ પ્રકારના ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અને ઉપરથી લોકડાઉનનો ભય ઉભો થતાં પરપ્રાંતિય કામદારોમાં ફફડાટ ફેલાયો છે. મંગળવારે પણ સુરતમાં ૧૫૦૦થી વધુ કોરોના ના કેસ બહાર આવ્યા છે, આ સાથે શહેરમાં રોજગાર પણ શનિ-રવિ બંધ રાખવાનું વેપારીઓ વિચારી રહ્યા છે ત્યારે કામદારો પણ હવે પોતાના વતન તરફ જવા માટે કવાયત હાથ ધરી રહ્યાં છે.

પરપ્રાંતીઓ ખાસ કરીને યુપી અને બિહારના પરપ્રાંતીઓ વતન જવા માટે રવાના થઇ રહ્યા છે. કામદારો ટ્રેન સેવા મારફત વતન જવા વધુ હિતાવહ માની રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે સુરત રેલવે સ્ટેશન પરથી પસાર થનારી અવધ એક્સપ્રેસ અને અમદાવાદ-બૈરોની ટ્રેનમાં યુપી અને બિહાર જવા પરપ્રાંતીઓ સુરત રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ઉમટયા હતા.

કોરોનાને લીધે લગ્નસરાના ઓર્ડર રદ થતા 15 હજાર શ્રમિકોને અસર

દક્ષિણ ગુજરાતમાં ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજીત થનારા હજારો લગ્ન સમારોહ કેન્સલ થતા ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓને કરોડો રૂપિયાનું નૂકસાન થયું છે. આટલું જ નહી પરંતુ ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા 15 હજાર લોકો બેરોજગાર થયા છે.નઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઓર્ગેનાઇઝર્સોએ જણાવ્યું હતું કે પાછલા વર્ષે પણ કોરોનાને લીધે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને ખુબ નુકશાન થયું હતું. લોકોએ લગ્ન માટે મોટા મોટા આયોજનો કર્યા હતા અને ઓર્ડર પણ આપ્યા હતા પરંતુ કોરોનામાં લોકડાઉનને લીધે તમામ ઓર્ડર રદ કરવા પડ્યાં હતાં. ચાલુ વર્ષે કોરોનાની ગતિ થોડા દિવસો સુધી નિયંત્રણમાં હતી ત્યારે એવુ લાગી રહ્યુ હતું કે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી પાછલા વર્ષની ખોટને સરભર કરી લેશે પરંતું કોરોના કેસો વઘતા ફરીથી લોકડાઉન જેવી પરિસ્થિતિમાં તમામ ઓર્ડર રદ થઇ રહ્યા છે. ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીઝ જોવામાં નાની લાગે છે. પરંતુ આમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. આ તમામ લોકો પાસે અલગ અલગ કામ હોય છે.

Most Popular

To Top