National

માનહાનિ કેસમાં માફી માટે રાહુલ ગાંધી પહોંચ્યા હાઈકોર્ટ, નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો

2019ની લોકસભા ચૂંટણી (Election) દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા ‘મોદી સરનેમ’ પર આપવામાં આવેલ નિવેદન બાદ તેમની મુશ્કેલીઓ વધી રહી છે. મોદી સરનેમ પર ટિપ્પણીને કારણે તેમની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. 2005થી તે જ્યાં રહેતા હતા તે સરકારી મકાન ખાલી કરવું પડ્યું હતું. આ કેસમાં ગુજરાતની નીચલી અદાલતે (Court) તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી જે સુરત સેશન્સ કોર્ટે પણ માન્ય રાખી હતી. જેને લઈને રાહુલ ગાંધીએ હવે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે.

જણાવી દઈએ કે 23મી માર્ચે સુરતની સ્પે. કોર્ટે રાહુલ ગાંધીને વર્ષ 2019માં મોદી સરનેમ પર કરેલી ટિપ્પણી મામલે ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી. ફરિયાદના સંદર્ભમાં સુરત કોર્ટે આખરી ચુકાદો આપીને રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવીને બે વર્ષની કેદની સજા ફટકારી હતી. તે પછી તુરંત જ રાહુલ ગાંધીને લોકસભાના સાસંદ તરીકે ગેરલાયક ઠેરવવામા આવ્યા હતા. 3 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટમાં રાહલ ગાંધીએ સજાના આદેશને પડકાર્યો હતો. તેમણે પોતાની સજા પર રોક લગાવવા માટે અરજી પણ કરી હતી. રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ 20 એપ્રિલે તેમની સજા પર રોક લગાવવાની અરજી રદ કરી દેવામા આવી હતી.

રાહુલને રાહત નહીં મળે તો આગળ શું?
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ કોઈપણ કોર્ટમાં નેતાને દોષિત ઠેરવતાની સાથે જ વિધાનસભા-સંસદનો દરજ્જો જતો રહે છે. આ સાથે તે વ્યક્તિ આગામી છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય બની જાય છે. રાહુલ ગાંધીનું સાંસદ પદ ગયું છે. જો તેમને કોર્ટમાંથી રાહત નહીં મળે તો રાહુલ 2024 અને 2029ની લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં.

Most Popular

To Top