SURAT

સુરતની રઘુકુળ માર્કેટમાં ભીષણ આગ : ગણતરીની મિનિટોમાં ત્રણ માળ પર ફેલાતા ભાગદોડ

સુરત: સુરતના (Surat) રીંગરોડ રઘુકુળ માર્કેટના (Raghukul market) પહેલા માળે અચાનક આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ ઘટનાની જાણ બાદ માન દરવાજા, મજુરા, નવસારી બજાર, કતારગામ, પુણા, ફાયર સ્ટેશનના (Fire Station) જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ભીષણ આગ ત્રીજા માળ સુધી પ્રસરતા આગની જ્વાળા અને ધુમાડા આકાશમાં દૂર દૂર સુધી દેખાઇ રહ્યા હતા. હાલ ફાયરના જવાનોએ આગ ને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવી રહી છે.

DK સોલંકી (ફાયર ઓફિસર પુણા) એ જણાવ્યું હતું કે કોલ લગભગ 5:30 નો હતો. રાત્રે 8 વાગ્યા સુધી ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. હાલ કુલીંગ કામગીરી ચાલી રહી છે. આગ એક જ દુકાનના અપર લોવર ગ્રાઉન્ડ અને લોવર ગ્રાઉન્ડ માં લાગી હતી. ત્યારબાદ ધુમાડો ત્રીજા માંડ સુધી પહોંચી ગયો હતો.

Most Popular

To Top