SURAT

સુરત: અમરોલીમાં ઉછીના નાણાંની ઉઘરાણી માટે લગ્ન પ્રસંગમાં ઘુસી મારામારી કરી ખુરશીઓ ઉછાળી

સુરત: (Surat) છાપરાભાઠા ત્રણ રસ્તા પાસે કાઠીયાવાડી ટેકરા સોસાયટીમાં ઉછીના રૂપિયા બાબતે ઝઘડો (Quarrel) થયો હતો. ઝઘડાની અદાવતમાં રબારીઓએ સોસાયટીમાં ચાલું લગ્ન પ્રસંગમાં (Marriage Function) ઘુસીને યુવકને માર મારી ખુરશીઓ ઉછાળી હતી. અમરોલી પોલીસે ફરિયાદ (Police Complaint) દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

  • છાપરાભાઠા ત્રણ રસ્તા પાસે કાઠીયાવાડી ટેકરા સોસાયટીની ઘટના
  • મિત્ર સાથેના વ્યવહારમાં મામલો શાંત પાડવા જતા ઉઘરાણી કરનાર રબારીઓએ જ યુવકને ફટકાર્યો

અમરોલી છાપરાભાઠા ખાતે બાપાસીતારામ મઢુલી પાસે કાઠીયાવાડી ટેકરા પાસે રહેતા 22 વર્ષીય રાકેશભાઇ ગણેશભાઇ જેઠવા રત્ન કલાકાર છે. તેમણે અમરોલી પોલીસ સ્ટેશનમાં વિપુલ રબારી, રાહુલ ભરવાડ, રોહીત ભરવાડ, મિતુલ દરબાર તથા અન્ય ચાર થી પાંચ અજાણ્યાની સામે ફરિયાદ નોંધાવી હતી. રાકેશના મિત્ર દપેશ બાંભણીયાએ થોડા સમય પહેલા વિપુલ રબારી પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. રૂપિયાની લેણ-દેણ બાબતે દિપેશ બાંભણીયા સાથે વિપુલ રબારી, રાહુલ ભરવાડ, રોહીત ભરવાડ, મિતુલ દરબારનો ઝઘડો થયો હતો. રાકેશે ઝઘડો કરવાની ના કહેતા રાકેશને ગાળો આપી માર માર્યો હતો. બાદમાં બીજા અજાણ્યા ચારથી પાંચ લોકો સાથે રાકેશની સોસાયટીમાં આવી લગ્ન પ્રસંગમાં હાજર સોસાયટીના રહીશોને પણ ગાળો આપી માર મારી ખુરશીઓ તોડી નાશી ગયા હતા. અમરોલી પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

ડિંડોલીમાં ઝઘડો છોડાવવા માટે વચ્ચે પડેલા યુવકની ઉપર ચપ્પુથી હુમલો

સુરત : ડિંડોલીમાં ચાલી રહેલો ઝઘડો છોડાવવા માટે વચ્ચે પડેલા યુવક ઉપર ચપ્પુથી હુમલો કરવામાં આવતા ડિંડોલી પોલીસે ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલી મહાદેવનગર-૧માં રહેતા રાજુભાઈ વિશ્રામભાઈ નેરકર (ઉ.વ.૩૩) ડાયમંડમાં નોકરી કરે છે. રવિવારે રાત્રે સાડા દસેક વાગ્યે મહાદેવનગર-૧ વિરાત્રા વોકલમાં સુપર સ્ટોર્સની સામે જાહેર રોડ ઉપર ચાર ઇસમો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝગડામાં રાજુભાઇ વચ્ચે પડ્યા હતા અને શાંત રહેવા માટે કહ્યું હતું. ત્યારે સાહિલ નામના યુવો રાજુભાઇને ગાળો આપીને કપાળ તેમજ પેટના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં રાજુભાઇને મૂકીને તમામ ઇસમો ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે 108 મારફતે રાજુભાઇને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવ અંગે ડિંડોલી પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top