સુરત: (Surat) સચિન પોલીસ સ્ટેશનમાં (Police Station) બોણંદગામ, વાડીફળિયામાં બે જૂથો વચ્ચે થયેલી ઉગ્ર લડાઇમાં 3 ને હોસ્ટિપલ ખસેડવાની નોબત આવી હતી. આ મામલે બે જૂથોની ક્રોસ કમ્પલેઇન પોલીસ દ્વારા લેવામાં આવી હતી. તેમાં છનાભાઇ રાઠોડે દાખલ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યુંકે તઓએ હિરનેને નવા બ્લોક નાંખ્યા હોવાને કારણે એકટીવા (Activa) પાર્ક નહી કરવા જણાવતા તે ઉશ્કેરાઇ ગયો હતો. દરમિયાન હિરેને બહારથી લોકોને બોલાવીને તેઓ પર હૂમલો કર્યો હતો.
- સચિનમાં એકટીવા પાર્ક કરવા મામલે બે જૂથ વચ્ચે છરીબાજી : 3ને હોસ્પિટલ ભેગા કરાયા
- ડેપ્યુટી સરપંચ વચ્ચે પડતા તેને પણ તલવાર મરાઇ
- નવા મૂકેલા બ્લોકમાં એકટીવા મૂકતા બે જૂથો વચ્ચે ઉગ્ર લડાઇ થઇ
હુમલામાં લાલુ ગુણવંતે ડેપ્યુટી સરપંચ અરવિંદ રાઠોડને માથાના ભાગે તલવાર મારી દીધી હતી. જયારે દિવ્યેશ રાઠોડે પોતાનુ ચપ્પુ દિપકના ડાબા હાથના બાવડામાં ગોપી દીધુ હતુ. જયારે કિશોરરાઠોડને હિરેને તલવારની મ્યાન મારીને ઇજા પહોંચાડી હતી. પોલીસે આ ફરિયાદ લેતા દસ જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી. જયારે હિરેનભાઇ ભરત રોઠોડે સામેના દસ જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. તેમાં હિરેનના ભાઇ અજય રાઠોડને મયુર, વિષ્ણુ નિમેષે પકડી રાખી સુરેશ રાઠોડે તેઓને ફટકાર્યો હતો. અજયની પત્ની કાજોલ વચ્ચે આવતા તેને પણ આ લોકોએ ફટકારી હતી.
જયારે આશિષે દિવ્યેશને પકડી રાખીને અરવિંદે તેઓને જાનથી મારી નાંખવની ધમકી આપી હતી. દરમિયાન આ ઢીંગાણાં 3 ઇસમોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બે જૂથો વચ્ચે એકટીવા પાર્ક મામલે થયેલી આ લડાઇ બાદ પોલીસ સ્થળ પર ધસી ગઇ હતી. દરમિયાન પોલીસ દ્વારા આઠ જેટલા ઈસમોની હાલમાં ધરપકડ કરવામાં આવી છે. જયારે અન્ય લોકોની શોધખોળ ચાલુ હોવાની વાત કરી છે. આ મામલે વીસ જેટલા વ્યકિતઓને આરોપી બનાવવામાં આવ્યા છે.
એમ્બુલન્સના ડ્રાઈવરે બેદરકારીથી એમ્બુલન્સ હંકારી મોપેડ સવાર યુવકને અડફેટે લેતા મોત
સુરત: સરથાણાના સિમાડા નાકા વિસ્તારમાં એમ્બુલન્સના ડ્રાઈરે બેદરકારથી એમ્બુલન્સ હંકારી મોપેડ સવાર યુવકને અડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું હતું.યુવક હાલમાં અમદાવાદમાં સીએનો અભ્યાસ કરી રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર 21 વર્ષિય અનિલ રાજેશ ગોધાણી મૂળ અમરેલી જિલ્લાના નવી હળિયાદ ગામનો વતની હતો. તેના પિતા વતન રહે છે. અનિલ અમદાવાદમાં રહીને સીએનો અભ્યાસ કરતો હતો. સુરતમાં સરથાણા જકાતનાકા આગળ શ્યામધામ મંદિર પાસે શિવાય હાઇટ્સમાં અનિલના કાકા કુમનભાઈ ગોધાણી રહે છે. છેલ્લા ત્રણેક મહિનાથી અનિલ સુરતમાં તેના કાકાના ઘરે રહેતો . મંગળવારે અનિત સરથાણા વિસ્તારમાં જ રહેતી તેની ફોઈના ઘરે હોળી રમવા માટે ગયો હતો. બુધવારે સાંજે અનિલ મોપેડ લઈને કાકાના ખરે જતો હતો ત્યારે રસ્તામાં સિમાડા નાકા પાસે ઉમંગ હાઇટ્સની સામે રઘુકુલ ચોક પાસે એક એમ્બુલન્સના ડ્રાઈવરે બેદરકારીથી એમ્બુલન્સ ચલાવીને અનિલની મોપેડને અડફેટે લીધો હતો. તેના કારણે અનિલને ગંભીર ઇજાઓ થઈ હતી. અનિલને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. અનિલના કાકા કુમનભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.