SURAT

સુરતમાં સામાન્ય બાબતે અજાણ્યાએ ગુપ્તાંગ પર લાત મારતાં યુવકનું મોત

સુરત: (Surat) પાંડેસરા વિસ્તારમાં કૈલાસનગર પાસે સામાન્ય બાબતે ઝગડો (Quarrel) થતા અજાણ્યાએ યુવકને ગુપ્તાંગ પર લાત મારતા યુવકનું મોત નિપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલમાંથી (Hospital) મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆનો વતની અનીલ સેતાનભાઈ ભુરિયા( 26 વર્ષ) હાલમાં પાંડેસરામાં કૈલાસનગર પાસે રહેતો હતો. પરિવારમાં પત્ની અને 3 વર્ષની દીકરી છે.

અનીલ મજુરી કામ કરીને પરિવારનું ભરણ-પોષણ કરે છે. ગતરોજ સાજે તે કૈલાસનગર પાસે ઉભો હતો ત્યારે એક અજાણ્યો યુવક તેને અથડાયો હતો. ત્યારે અજાણ્યાએ દીખતા નહીં હે કે ક્યો ટકરાયા કરીને અનીલને ગુપ્તાંગ પર જોરથી લાત મારી દીધી હતી. અનીલ ત્યાંજ બેભાન થઈ ગયો હતો. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસે હાલ અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

પાંડેસરામાં 16 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપીને અપહરણ કરીને લઈ જઈ બળાત્કાર ગુજારવાના કેસમાં આરોપીને 20 વર્ષની સજા
સુરત: પાંડેસરા વિસ્તારની 16 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરીને બળાત્કાર ગુજારવાના કેસમાં કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવીને 20 વર્ષની સજા અને 50 હજાર રૂપિયાના દંડની સજાનો હુકમ કર્યો છે.
કેસની વિગત એવી છે કે મૂળ ઓરિસાનો શ્રમજીવી પરિવાર હાલમાં પાંડેસરા વિસ્તારમાં રહેતો હતો. શ્રમજીવી પરિવારની 16 વર્ષની દીકરી જુન 2020માં ઘરેથી સાડી પર સ્ટોન લગાવવા જાંઉુ છું એવું કહીને નિકળ્યા બાદ પરત આવી ન હતી. તેની પિતાએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફ‌રિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સુધાન્સુ કૈલાસ રાઉત(રહે.ગોકુલધામ આવાસ,વડોદ,પાંડેસરા) નામનો યુવક સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો છે. આ ઉપરાંત સુધાન્સુ રાઉતે ઉધના ‌વિજયાનગર પાસે ઓમ સાઈનગર પ્લોટ નં.૩માં બીજા માળે રૂમ નં.૬માં લગ્નની લાલચે સગીરા સાથે શા‌રિરીક સંબંધ બાંધ્યા હતા. આ અંગે પાંડેસરા પોલીસે સગીરાના ‌પિતાની ફ‌‌રિયાદ લઈ સુધાન્સુ રાઉત સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા ગયો હતો. સરકાર તરફે એડવોકેટ દિપેશ દવેએ દલીલો કરી હતી. એડવોકેટ દિપેશ દવેની દલીલો ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપી સુધાંશુને કસૂરવાર ઠેરવીને 20 વર્ષની સજા અને 50 હજાર રૂપિયાના દંડની સજાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top