Charchapatra

સુરત પોલીસનો નવતર પ્રયોગ

છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાત રાજ્યમાં સામાન્ય અને ગરીબ લોકો પોતાના સામાજિક ખર્ચ માટે દવાખાનાના ખર્ચ માટે તેમજ આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે મોટે ભાગે વ્યાજખોરો પાસેથી ૧૦ થી ૩૦ ટકા જેટલા ઊંચા વ્યાજદરે ઉછીના પૈસા લેતા હોય છે. આજના મોંઘવારીના સમયમાં મોટા ભાગના લોકોથી અમુક સમય પછી વ્યાજપેટેના પૈસા ચૂકવવામાં વિલંબ થાય છે. આવી સ્થિતિમાં વ્યાજખોરો મારઝૂડ કરે છે, ઘરમાં કે ઓફિસમાં કેદ કરી રાખે છે. કેટલીક વાર ઘરેથી સોનું ચાંદી તેમજ કિંમતી સામાન પણ ઉપાડી જાય છે એટલું જ નહીં લગ્ન કે મરણ જેવા સામાજિક પ્રસંગોમાં આવીને હેરાનગતિ કરતા હોય છે. આ ઉપરાંત અપહરણ કે જાનથી મારી નાખવાની ધમકી પણ ઘરના સભ્યોને આપતા હોય છે. આવા બધા ત્રાસથી બચવા માટે આજકાલ દેવાદારો આત્મહત્યા કરવા તરફ પ્રેરિત થઈને પોતાની જિંદગીનો અંત લાવી દે છે તેવી ઘટનાઓ છાશવારે સાંભળવામાં આવી રહી છે. પરંતુ આવા વ્યાજખોરોની ચુંગાલમાંથી લોકોને બચાવવા સુરત શહેરના પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્રયોગ અંતર્ગત જરૂરિયાતમંદોને ખૂબ જ નજીવા વ્યાજ દરે લોન પ્રાપ્તિ થાય તે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને ઘણાં લોકોએ લોન મેળવી હતી. ખરેખર વ્યાજખોરોના વિષચક્રને નષ્ટ કરવા માટે સુરત પોલીસે જે લોન મેળાનું આયોજન કર્યું તે ખૂબ જ સરાહનીય કાર્ય છે.
સુરત –   અઝહર એ. મુલતાની- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ગુજરાત ગેસનું લોલમલોલ
મારા મકાનમાં ગુજરાત ગેસ કુા.ની શરૂઆતથી જ ગેસ પાઇપ લાઇન લીધેલી છે. પહેલા કાયદેસર રીતે ગ્રાઉન્ડ ફલોર પર લીધેલી 2006ના ભયાનક પુરના અનુભવને કારણે ફસ્ટફલોર ઉપર પણ અરજી કરીને લાઇન લીધી કંપનીએજ ગ્રાઉન્ડની  લાઇનમાંથી જ એક્ષટેન્શન આપ્યું તેથી ગ્રાઉન્ડ અને ફર્સ્ટફલોરનું એકજ મીટર છે. હવે અમારે ઉપર નીચે બે વપરાશકાર માટે અલગ બીલ આવે તે માટે બીજુ મીટર માંગ્યુ તો ગ્રાઉન્ડ ફલોર પર લાઇન હોવા છતાં નવી લાઇન પ્રમાણે ગણત્રી કરી 15/11ના રોજ 9349 રૂા. ભરાવ્યા છે. હવે આ કિસ્સામાં નવી લાઇનની જરૂરજ નથી. કાયદેસરની લાઇ હયાત છે જ. જરૂર માત્ર વધારાના મીટરની છે પરંતુ કંપનીમાં સાંભળનાર કોઇ નથી તમામ કામો કલાર્ક કક્ષાના જુનિયર કોન્ટ્રાક પર આવેલા કર્મચારી જ કરે છે. તેઓ ગ્રાહકને ઉચ્ચ અધિકારી સુધી રજુઆત માટે જવાજ નથી દેતા. હું પોતે વિકલાંગ છુ અને અઢી મહિનાથી નવા મીટર માટે કંપની ઉપર કામ છોડી ધક્કા ખાઉં છુ કોઇ યોગ્ય જવાબ નથી આપતું. કસ્ટરમ કેર ઉપર ફોન કરતા માત્ર ઝડપથી થઇ જશેના આશ્વાસનો છેલ્લા બે મહિનાથી આપે છે.સવાલ એ છે કે માત્ર એક વધારાનું નવું મીટર લગાડવા માટે કેટલા મહિના ધકમકા ખાવાના ? કંપનીમાં જુના/નવા ગ્રાહકો માટે અલગ વિભાગ કેમ નથી ? જુના ગ્રાહકોએ નાના નાના કામ માટે બબ્બે મહિના વેઇટીંગમાં રહેવાનું ? અને કંપની ઉપર ગ્રાહકોની રજૂઆત સાંભળવા કોઇ ઉચ્ચ અધિકારી કેમ નહિં ?
સુરત -જીતેન્દ્ર પાનવાલા        – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top