SURAT

સુરત: શાકભાજીનો વેપાર કરનાર યુવકને ફેસબુક પર યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી, એવી રીતે ખંખેર્યો કે..

સુરત: ફેસબુક (Facebook) પર અજાણી યુવતીઓ સાથે મિત્રતા (Friendship) કર્યા બાદ વધુ એક યુવક બ્લેકમેઇલિંગનો શિકાર બન્યો છે. ડિંડોલીમાં (Didnoli) રહેતા અને શાકભાજીનો વેપાર કરતા વેપારી પાસેથી યુ-ટ્યુબમાં (U-Tube) નગ્ન વિડીયો ડિલીટ કરવા તેમજ કેસ નહીં કરવાના નામે 87 હજાર પડાવી લેવાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય શાકભાજી વિક્રેતા નીતિનભાઇ (નામ બદલ્યું છે)ની ઉપર પ્રિયંકા શર્માના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. આથી નીતિને પ્રિયંકાની રિક્વેસ્ટ સ્વીકારતાં પ્રિયંકાએ તેનો વોટ્સએપ નંબર માંગ્યો હતો. નીતિને વોટ્સએપ નંબર આપતાં થોડી જ વારમાં પ્રિયંકાએ વોટ્સએપમાં વિડીયો કોલ કર્યો હતો અને સાથે સાથે સ્ક્રીન રેકોર્ડિંગ પણ શરૂ કરી દીધું હતું. વોટ્સએપ વિડીયો કોલમાં યુવતી નગ્ન થઇ ગઇ હતી અને તેનું રેકોર્ડિંગ કરીને આ વિડીયો નીતિનને મોકલ્યો હતો.

  • યુવતીએ વોટ્સએપમાં વિડીયો કોલ કરી નગ્ન થયા બાદ ન્યૂડ વિડીયો ઉતારી લીધો હતો
  • વિડીયો ડિલીટ કરવા તેમજ કેસ નહીં કરવાના નામે પ્રિયંકા શર્મા અને પોલીસની ઓળખ આપનારે શાકભાજીવાળાને ખંખેરી લીધો
  • પ્રિયંકાએ અજાણ્યા એક યુવકને પોલીસ બનાવી નીતિન ઉપર ફોન કરાવ્યો હતો. પોલીસમાં કેસ કરવાનું કહી નીતિન પાસે વધારે રૂપિયા મંગાયા

પ્રિયંકાએ નીતિન પાસે વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા માંગવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત પ્રિયંકાએ અજાણ્યા એક યુવકને પોલીસ બનાવી નીતિન ઉપર ફોન કરાવ્યો હતો. પોલીસમાં કેસ કરવાનું કહી નીતિન પાસે વધારે રૂપિયા મંગાયા હતા. આ ઉપરાંત ન્યૂડ વિડીયો યુ-ટ્યુબમાં વાયરલ કરવાનું કહ્યું હતું. યુ-ટ્યુબમાંથી વિડીયો ડિલીટ કરવાના નામે પણ નીતિન પાસેથી રૂપિયા માંગ્યા હતા. ગભરાયેલા નીતિને અલગ અલગ સમયે રૂ.87 હજાર આપી દીધા હતા. તેમ છતાં પણ પ્રિયંકા તેમજ પોલીસની ઓળખ આપનાર યુવકે વધારે રૂપિયાની માંગ કરતાં આખરે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ બાબતે ડિંડોલી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top