SURAT

સુરતમાં બ્રિજ નીચે પોલીસે ડિટેઈન કરેલા વાહનોમાં અચાનક આગ લાગી ગઈ

સુરત: (Surat) ડિંડોલી વિસ્તારના ગોડાદરા પુલ નીચે પોલીસ (Police) દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનોમાં (Vehicle) સોમવારે સવારે આગ લાગી જવાની ઘટનાને લઇને ભારે અફરા તફરી ભર્યો માહોલ સર્જાયો હતો. જોત જોતામાં આ ઘટનામાં ત્રણથી ચાર ફોર વ્હીલર એક સાથે બાળીને ખાખ થઇ ગયા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને (Fire Department) થતા ડિંડોલી ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત ઉઠાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

પ્રાપ્ત જાણકારી અનુસાર ગોડાદરા ડિંડોલી માતૃભૂમિ શાળા નજીક ફ્લાઈ ઓવર પુલ નીચે ડિંડોલી પોલીસ દ્વાર ડિટેઇન કરેલા વહાનો પાર્ક કરે છે. જેમાં આજે સવારે 6 કલાકે આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ ડિંડોલી ફાયર સ્ટેશનને થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ડીડોલી ફાયર ઓફિસર ફાલગુન ગઢવીએ જણાવ્યું હતું કે પૂલ નીચે ત્રણથી ચાર ફોરવીલ ગાડીઓમાં આગ લાગી ગઈ હતી જેની ઉપર સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ આગ કચરો સળગવાને કારણે લાગી હતી. પૂલ નીચે સ્થાનિક લોકો કચરો નાખી જતા હોય છે. સવારે લોકોએ કચરો સળગાવ્યો હતો તેથી આગ લાગી જતા વાહનો ભડભડ સળગી ઉઠયા હતા .ફ્લાયઓવર પૂલની નીચે બીજા વાહનો પણ પાર્ક કરવામાં આવ્યા હતા. એક તબક્કે તે પણ આગની ઝપેટમાં આવી જવાની તૈયારીમાં હતા. જોકે ફાયરની ટીમ સમયસર અહીં પહોંચી ગઈ હતી તેથી બીજા વાહનો આગની લપેટમાં આવતા બચી ગયા હતા.

Most Popular

To Top