સુરત : શોખીન સુરતીઓ (Surat) માટે એક ખરાબ સમાચાર છે. દિવાળીમાં (Diwali) લાલ પાણી મેળવવું મુશ્કેલ બનશે. કારણ કે સુરત શહેર પોલીસે બૂટલેગરો પર લગામ કસી છે. મહીધરપુરા પોલીસે એક ઠેકાણેથી રૂપિયા 27 લાખનો વિદેશી દારૂ પકડી લીધો છે. આ સાથે જ 2 બૂટલેગરોની ધરપકડ કરી છે અને કુલ 16 બૂટલેગરોને વોન્ટેડ (Wanted) જાહેર કરી દીધા છે. દિવાળી પહેલા જ મહિધરપુરા પોલીસે (Police) આશરે 550 પેટી જેટલો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો.પોલીસની આ કાર્યવાહીના લીધે દિવાળીમાં શોખ પુરો કરવો અઘરો પડશે.
દિવાળીના તહેવારને લઇને સુરતમાં મોટા પ્રમાણમાં દારૂની(Liquor) હેરાફેરી થઇ રહ્યો છે, ત્યારે મહિધરપુરા પોલીસે વસ્તા દેવડી રોડ ઉપર ટોરેન્ટ પાવરની બાજુમાં કેટરસના સામાનના ગોડાઉનની પાછળના ભાગે આવેલા ચાંદની વીડિયો થીએટરના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. અહીં પોલીસે જીગ્નેશ ઉર્ફે લાલો શશીકાંતભાઇ છોટાલાલ ડાભેલીયા (રહે. પાટીબંધારાની શેરી, મંછનપુરા, દિલ્હીગેટ સુરત) તેમજ સંજય સદાનંદ સ્વામીનારાયણ કર્ણીક (બ્યુટીપાર્લર – રહે. ધનલક્ષ્મી રેસીડેન્સી, લિમડા શેરી, હરીપુરા)ની અટકાયત કરીને તપાસ કરી હતી.
પોલીસને અહીંથી આશરે 550 પેટી વિદેશી દારૂ એટલે કે રૂા. 27.15 લાખની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે બુટલેગર સંજય અને જીગ્નેશની પાસેથી બે મોટરસાઇકલ, ચાર મોબાઇલ, એક ડીવીઆર તેમજ 75 હજાર રોકડ મળી કુલ્લે રૂા. 28.41 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસની પુછપરછમાં આ દારૂનો જથ્થો વડોદરાના શંકર મોરેએ સુરતના કેટલાક બુટલેગરોની સાથે મળીને દારૂ મોકલાવ્યો હતો. પોલીસે શંકર મોરે સહિત કુલ્લે 16 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા, અને પકડાયેલા જીગ્નેશ તેમજ સંજયની પુછપરછ શરૂ કરી હતી.
જીગ્નેશની સામે અગાઉ પાસાની કાર્યવાહી થઇ હતી
પકડાયેલો જીગ્નેશ ઉર્ફે લાલો અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચ, કતારગામ પોલીસના હાથે દારૂની સપ્લાય કરતા પકડાઇ ગયો હતો. કતારગામ પોલીસે જીગ્નેશની સામે પાસા એક્ટ મુજબની કામગીરી પણ કરી હતી. ત્યાં ફરી પાછો બહાર આવીને જીગ્નેશે દારૂનો વેપાર શરૂ કર્યો છે.
સુરત પોલીસે 16 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા
પોલીસે વડોદરાના એટલાદરા સાંઇ બાબા સ્કૂલની પાસે ગોકુળનગરમાં રહેતા શંકર સિતારામ મોરેએ આપ્યો હોવાની વાત બહાર આવી છે. આ ઉપરાંત શંકરની સાથે દમણનો નીતિન, સચીન જીઆઇડીસીમાંથી મુકેશ, ઘનશ્યામ મામા, ઉર્વિશ, કરણ, કેવિન શાહ, વિપુલ શાહ, કેયુર, સંતોષ, સિટી અડાજણ, પુજારા, નિકુંજ પટેલ, સંદિપ સિન્ડીકેટ, એમ.એ. ચેવલી તેમજ ચેતન ભાણા મળી કુલ્લે 16 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.