SURAT

સુરતમાં ફેમિલી સ્પાની અંદર ચાલતું કુટણખાનું પકડાયું

સુરત: શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનું દૂષણ વધી રહ્યું છે. ઉમરા પોલીસે પાર્લેપોઈન્ટ પાસે ફેમિલી સ્પાની આડમાં ચાલતા કુટણખાનાને ઝડપી પાડી મેનેજર, 4 લલના સહિત 6 ની ધરપકડ કરી હતી. સ્પા માલિકને વોન્ટેડ જાહેર કરી વધારે તપાસ હાથ ધરાઈ હતી.

  • પાર્લેપોઇન્ટ સ્થિત ત્રિભુવન કોમ્પ્લેક્ષના પહેલા માળે આવેલા હેપ્પી ફેમિલી સ્પામાં કુટણખાનું પકડાયું
  • શરીરસુખ માણવા આવનાર ગ્રાહકો પાસેથી રૂ. 1000 વસુલી લલનાને રૂ. 500 ચુકવાતા
  • મેનેજર, ચાર લલના અને બે ગ્રાહક મળી 6 પકડાયા, સ્પા માલિક વોન્ટેડ

ઉમરા પોલીસની ટીમને પાર્લેપોઇન્ટ સ્થિત ત્રિભુવન કોમ્પ્લેક્ષના પહેલા માળે આવેલા હેપ્પી ફેમિલી સ્પામાં કુટણખાનુ ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. જયાંથી સ્પા મેનેજર તપસ દેવેન્દ્રનાથ દાસ (ઉ.વ. 37 મૂળ રહે. દત્તપરા, કાલીયાવાડી, જિ. ચોવીસ પરગણા, પ. બંગાળ) અને શરીરસુખ માણવા આવનાર બે ગ્રાહક તથા ચાર લલનાની અટકાયત કરી તેમની પાસેથી રોકડા રૂ. 2 હજાર કબજે લીધા હતા. પોલીસે મેનેજર તપસની હાથ ધરેલી પૂછપરછમાં સ્પા માલિક સોહેલ અબ્દુલ મંડલ હોવાનું અને શરીરસુખ માણવા આવનાર ગ્રાહકો પાસેથી રૂ. 1000 વસુલી લલનાને રૂ. 500 ચુકવતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે મેનેજર અને ચાર લલના તથા ગ્રાહક સહિત છ ની ધરપકડ કરી હતી. તથા સ્પા માલિક સોહેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

શેરડીના ખેતરની પાછળ રેઈડ કરી 13 જુગારીઓને 6.52 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
સુરત: ઉત્રાણ પોલીસની હદમાં આવેલા શેરડીના ખેતરની પાછળ ચાલતા જુગારધામ ઉપર આજે સ્ટેટ વિજીલન્સે રેઈડ કરી હતી. અને 13 જુગારીઓને પકડીને કુલ 6.52 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. અમરોલી પોલીસ સ્ટેશનથી વિભાજીત થયા બાદ ચાલીસ કરતા વધારે દારૂ અને જુગારના અડા ચાલતા હોવાની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી ઉઠી છે. તેમાં સ્થાનિક પીઆઇ અને ડીસ્ટાફની ભૂમિકા વિવાદીત છે. તેમાં રઇસ નામના કોન્સ્ટેબલની ભૂમિકા સૌથી શંકાસ્પદ હોવાની વાત છે. દરમિયાન કમિ અજય તોમર દ્વારા આ મામલે હાલમાં તપાસ કાર્યવાહી સોંપવામાં આવી છે.

સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા આજે શહેરના ભરથાણા ગામમાં ભરથાણા ટી પોઈન્ટ તરફ જતા રસ્તા પર શેરડીના ખેતરની પાછળ ચાલતા જુગારધામ પર રેઈડ કરવામાં આવી હતી. ઉત્રાણ પોલીસ સ્ટેશનની હદમાં આ જુગારધામ ખુલ્લી જગ્યામાં ધમધતુ હતું. સ્ટેટ મોનિટરિંગ સેલને ત્યાંથી રેઈડ દરમિયાન ગોપીભાઈ રઘુભાઈ મહાજન, હર્ષદ સતીષભાઈ ચૌહાણ, ગબ્બર માંગીલાલ બગાડા, બિપીન શંકર પટેલ, મો.સૈયદ મો.યુનુસ મેનન (રહે,અંકલેશ્વર), યાદોરવ પાંડુરંગ દેકાતે, પ્રશાંત અશોક સિન્હા (રહે.અમરોલી), જૈમિન દિલીપ રાણા, કલ્પેશ રમણીકલાલ ઠક્કર, ભરત બાબુલાલ ધરાણી, જીમીત અશોક પટેલ, શેફ અફઝલ, મુકેશ બિહારીલાલ બગાડા સહિત 13 જુગારીઓને પકડી પાડ્યા હતા. તથા બે આરોપી અનિલ પાંડે (રહે.અમરોલી કોલેજ પાસે) અને કમલેશ જૈન ને વોન્ટેડ જાહેર કરાયા હતા. રેઈડ દરમિયાન જુગારીઓ પાસેથી 15 મોબાઈલ ફોન, 5 વાહનો અને 4.81 લાખની રોકડ મળીને કુલ 6.52 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, ઉત્રાણ પોલીસની હદમાં મોટા પાયે દારૂ અને જુગારના અડ્ડા ચાલે છે. અને આ બધુ પોલીસની છત્રછાયામાં ચાલે છે. આજે સ્ટેટ વિજીલન્સે ઉત્રાણ પોલીસને પોલ ખુલ્લી પાડી હતી.

Most Popular

To Top