સુરત: (Surat) વરાછા પોલીસ સ્ટેશનમાં (Police Station) મારામારીના ગુનામાં વોન્ટેડ (Wanted) આરોપીને પકડવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલને (Constable) આરોપીએ તુ નીકળ હું નહી આવુ કહીને ઝપાઝપી કરી શર્ટના (Shirt) બટન તોડી ખુસ્સુ ફાડી નાખી બચકુ ભરવા પ્રયાસ કર્યો હતો. પોલીસે (Police) આરોપીની (Accused) ધરપકડ કરી ફરજમાં રૂકાવટનો વધુ એક ગુનો દાખલ કર્યો હતો.
- વરાછામાં પકડવા ગયેલા આરોપીએ પોલીસને બચકા ભરવા પ્રયાસ કરી શર્ટ ફાડી ઝપાઝપી કરી
- પોલીસ કોન્સ્ટેબલને તુ નીકળ હુ નહી આવુ કહીને ગાળો આપી હતી
વરાછા પોલીસી ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વરાછા પોલીસ સ્ટેશનમાં ડિસ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ રણછોડભાઈને વરાછા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપી રમેશભાઈ કાનજીભાઈ માકડીયા એસએમસી સેલ્ટર હોમ ખાતે આવ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે મહેશભાઈ એકલા સ્થળ પર પહોંચી ગયા હતા. અને તેને જઈને આરોપી રમેશને પોતાની ઓળખ આપી આઈ કાર્ડ બતાવ્યું હતું. અને વરાછા પોલીસ સ્ટેશનમાં આવવા કહ્યું હતું. પરંતુ રમેશે તુ નીકળ હું નહીં આવું તેમ કહીને ગાળાગાળી કરી હતી. બાદમાં ઝપાઝપી કરી બચકુ ભરવા પ્રયાસ કર્યો હતો. અને શર્ટનું ખુસ્સુ ફાડી બટન તોડી નાખ્યા હતા. એસએમસી સેલ્ટર હોમના કર્મચારીઓ પણ છોડાવવા વચ્ચે પડ્યા હતા. બાદમાં આરોપીને પકડીને પોલીસ સ્ટેશન લવાયો હતો. અને આરોપી સામે ફરજમાં રૂકાવટનો વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો.
સાઈખાટી ટેક્ષટાઈલ માર્કેટમાં સાડીના વેપારીને 21.65 લાખનો ચુનો ચોપડનાર કાનપુરના સાળા બનેવીની ધરપકડ
સુરત: રીંગરોડ ખાતે સાઈખાટી ટેક્ષટાઈલ હાઉસમાં સાડીના વેપારી પાસેથી કાનપુરના સાળા બનેવીએ સાડીનો માલ ખરીદ્યો હતો. અને આ માલનું 21.65 લાખ રૂપિયાનું પેમેન્ટ નહીં ચુકવતા પોલીસે ઠગાઇનો ગુનો નોંધ્યાના સવા મહિના બાદ દલાલ સાળા અને વેપારી બનેવીની ધરપકડ કરી છે.
સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કુંભારીયા ગામમાં પ્રતિક્ષા રેસીડેન્સીમાં રહેતા 34 વર્ષીય વિકાસભાઇ મુરલીધર વર્મા રીંગરોડ સાંઈખાટી ટેક્ષટાઈલ હાઉસમાં નિષ્ઠા એન્ટરપ્રાઈઝના નામે સાડીનો વેપાર કરતા શિવશંકર શ્રીગોપાલ પ્રહલાદકાની દુકાનમાં મેનેજર તરીકે નોકરી કરે છે. માર્ચ 2021 માં વિકાસભાઈ અને વેપારી શિવશંકર પ્રહલાદકા દુકાને હાજર હતા. ત્યારે સંદીપ મિશ્રા અને ગોપાલ મિશ્રા તેમની દુકાને આવ્યા હતા. બંનેએ તેઓ કાનપુરમાં શ્રી બીહારીજી એજન્સીના નામે દલાલીનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું. બંનેએ વિશ્વાસ કેળવી વેપારી શિવશંકર પ્રહલાદકાએ તેમના કહ્યા મુજબ કાનપુરમાં અંજુ સીંથેટીકના નામે સાડીનો વેપાર કરતા અનુરાગ ત્રીવેદીને 7 એપ્રિલથી 21 ઓક્ટોબર 2021 દરમિયાન કુલ 33.35 લાખની સાડી મોકલી હતી. જેમાંથી 1.66 લાખનું પેમેન્ટ ચુકવી આપ્યું હતું.
બાકીના પેમેન્ટની ઉઘરાણી કરતા 10.03 લાખનો માલ પરત મોકલી આપ્યો હતો. બાકી રહેલા 21.64 લાખ રૂપિયાનું પેમેન્ટ નહી આપી વાયદોઓ કરી વેપારીને હાથપગ તોડી નાંખવાની ધમકી આપી હતી. જેથી મેનેજરે ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરીને ગઈકાલે દલાલ સાળા સંદિપ રાજેન્દ્રપ્રસાદ મિશ્રા ( ઉ.વ.40, રહે. ગાયત્રીનગર મહોલ્લા, શુકલાગંજ, જિ.ઉન્નાવ, ઉત્તરપ્રદેશ ) અને વેપારી બનેવી અનુરાગ અજયકુમાર ત્રિવેદી ( ઉ.વ.21, રહે. સાકેતપુરી મહોલ્લા, શુકલાગંજ, જિ. ઉન્નાવ, ઉત્તરપ્રદેશ ) ની ધરપકડ કરી છે.