SURAT

પોલીસથી બચવા હત્યારાઓએ ચાર વાહન બદલ્યા, છતાં આ ટ્રીક અજમાવી સુરત પોલીસે 1300 કિલોમીટર દૂરથી પકડી લીધા

સુરત: (Surat) પાંડેસરામાં (Pandesara) યુવતીને મોબાઇલ (Mobile) ઉપર મેસેજ (Message) કરવાની વાતે થયેલા ડબલ મર્ડરના (Double Murder) ચકચારીત કેસમાં પોલીસે (Police) મોબાઇલ ટ્રેસ (Trace) કરીને આરોપીની પાછળ પાછળ છેક ઉત્તરપ્રદેશના (Uttar pradesh) જોનપુરમાં પહોંચ્યા હતા. પાંડેસરા પોલીસે બંને આરોપીને જોનપુરથી પકડી પાડીને સુરત લઇ આવી હતી. આરોપીઓએ પોલીસ પકડથી બચવા માટે અલગ અલગ ચાર વાહનો (Vehicles) પણ બદલ્યા હતા.

  • પાંડેસરા ડબલ મર્ડર કેસના આરોપીઓને સુરત પોલીસે ઉત્તરપ્રદેશના જોનપુરથી પકડ્યા
  • માંડવલી માટે જાણીતા ભોલા અને તેના મિત્ર પ્રવિણને નાનકડી બાબતમાં પતાવી દીધા હતા
  • હત્યારા કિશન અને સચીન ઉર્ફે વિશાલ સુરતથી લક્ઝરી બસમાં ભાગ્યા હતા, કોઈ એક વાહનમાં પોલીસ પકડી લે તે બીકે સતત વાહનો બદલ્યા હતા

પ્રાપ્ત વિગતો મુજબ ગત રવિવારે (Sunday) બપોરના સમયે પાંડેસરાની ગાયત્રી નગરમાં રહેતો પ્રવિણ બાબુલાલ સોલંકીની બહેનને પાંડેસરાની જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતો કિશન મનોજભાઇ રાજપુત મોબાઇલમાં મેસેજ મોકલીને હેરાન કરતો હતો. આ બાબતે ઝઘડો થતા પ્રવિણે તેના મિત્ર ભોલા ઉર્ફે શિવશંકર જેસ્વાલને કહ્યું હતું. ભોલાએ કિશન રાજપુતને બોલાવીને મીટિંગ કરાવી હતી. આ મીટિંગમાં કિશનની સાથે સાથે પાંડેસરા અપેક્ષા નગરમાં રહેતો સચીન ઉર્ફે વિશાલ અમરબહાદુર રાજપુત પણ આવ્યો હતો. આ મીટિંગમાં પ્રવિણ અને કિશન વચ્ચે ભૂતકાળમાં થયેલી બોલાચાલીની પણ વાત આવી હતી અને વાતે ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું હતું. સમાધાન કરવાની આ મીટિંગમાં કિશન અને સચીને ભેગા થઇને ભોલા શંકર તેમજ પ્રવિણ જેસ્વાલને ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાંખી હતી.

હત્યારાઓના મોબાઈલ ટ્રેસ પર મુકી પોલીસે પકડી લીધા

બંને હત્યા કર્યા બાદ પોતાના વિસ્તારમાં જઇને ત્યાંથી પોતાના વતન યુપીના જોનપુરમાં ભાગી ગયા હતા. કિશન અને સચીન પાંડેસરા બાદ સહારા દરવાજા ગયા હતા. ત્યાંથી લકઝરી બસ મારફતે યુપીના હનુમાન વિસ્તારમાં ગયા હતા. ત્યારબાદ ખાનગી ટેક્સી કરીને વારાણસી ગયા હતા. અને ત્યારબાદ બંને છેક જોનપુર પહોંચ્યા હતા. કોઇપણ એક વાહનમાં પોલીસ પકડી લેશે તેવા ડરના કારણે બંનેએ જોનપુર પહોંચવા માટે ચાર વાહનો બદલ્યા હતા. બીજી તરફ પાંડેસરા પોલીસે કિશનનો મોબાઇલ ટ્રેસમાં નાંખીને તેનો પીછો કરવાનું શરૂ કરી દીધું હતુ. અને પોલીસ પણ કિશન તેમજ સચીનની પાછળ છેક જોનપુર પહોંચી ગયા હતા. ડબલ મર્ડર હત્યાના પાંચ દિવસ બાદ પોલીસે આ બંનેની ધરપકડ કરીને સુરત લઇ આવી હતી. આવતીકાલે બંનેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

Most Popular

To Top