SURAT

સોશિયલ મીડિયામાં વાયરલ આદિવાસી તેલના કેસમાં સુરતની પોલીસ લપસી

સુરત : ગોડાદરા પોલીસ દ્વારા આદિવાસી તેલ જેનું હાલમાં સોશિયલ મિડીયામાં ધૂમ છે. તેમાં વાળ ગણતરીના દિવસોમાં લાંબા કરવાની આ બ્રાન્ડ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. તેમાં ગોડાદરા પોલીસ દ્વારા આ બ્રાન્ડના ડુપ્લિકેશનની ફરિયાદ મળી હતી.

  • પોલીસ કમિશનર ગહલૌતને ફરિયાદ થતા મોડી રાત્રે ગુનો દાખલ કરવો પડ્યો
  • ગોડાદરા પીઆઇ અને ડીસ્ટાફ સામે તપાસ કાર્યવાહી કરાઇ છે : અનુપમ ગહલૌત, પોલીસ કમિશનર

તેમાં પોલીસે સ્થળ પર દરોડા કાર્યવાહી કર્યા બાદ આખા આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ કરી ન હતી. તેમાં લાખો રૂપિયાની સેટિંગની ફરિયાદ કમિ. ગહલૌત સુધી પહોંચી હતી.

દરમિયાન આ ગંભીર મામલો કમિ અનુપમસિંહ ગહલૌતના ધ્યાનમાં આવતા તેઓએ ત્વરીત પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે આદેશ આપ્યા હતા. પોલીસ ઇન્સ્પેકટર આચાર્યએ આ પ્રકરણમાં જો કંપની ફરિયાદી બને તો જ ફરિયાદ દાખલ કરવાની વાત કરી હતી.

દરમિયાન આ ગંભીર મામલે આખરે પોલીસ કમિશનર ગહલૌતના ધ્યાનમાં આવતા તેઓએ ગોડાદરા પોલીસ અધિકારીઓને આડે હાથ લીધા હતા. તેમણે ચૌદ લાખનો ડુપ્લિકેટ પકડાયેલા માલ સામે એફઆઇઆર દાખલ કરવા માટે આદેશ આપ્યા હતા.

આ મામલે કમિ અનુપમસિંહ ગહલૌતે ગોડાદરા ડીસ્ટાફ પીએસઆઇ રામાનંદી તથા સાગર સામે ઇન્કવાયરી મૂકી હોવાની વિગત જાણવા મળી છે. આ ઉપરાંત ગોડાદરા ડીસ્ટાફ પર પણ આકરી કાર્યવાહીની તલવાર તોળાઇ રહી છે. દરમિયાન પડદા પાછળ પોલીસે લાખો રૂપિયાનુ સેટિંગ કર્યુ હોવાની ફરિયાદ મળતા આ મામલે પણ કમિ. ગહલૌતે ઇન્કવાયરી મૂકી છે.

પીઆઇ આચાર્યએ જણાવ્યું કે, અમને દારૂની રેડની પરમીશન મળી હતી પરંતુ અમને સ્થળ પર આ ડુપ્લિકેટ તેલની બોટલો મળી આવી હતી. અમે મોડી રાત્રિએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

Most Popular

To Top