સુરત : ગોડાદરા ખાતે કોલેજના (college) સતર વર્ષના યુવકને તેના કાકા પાસેથી બાકી નીકળતા બે લાખ લેવા માટે ઉઠાવી જઈ માર મારી ગળા પર ચપ્પુ મૂકી મારી નાખવાની ધમકી (threat) આપવા મામલે પોલીસે ( police) અપહરણનો (kidnapping) ગુનો દાખલ કર્યો હતો.
આ મામલે જીગ્નેશ બચુભાઇ જીંજાણા (ઉ.18 વર્ષ) રહેવાસી ઘર નંબર 30, રૂપસાગર સોસાયટી)એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે અશ્વિન વાણીયા (રહેવાસી, ધુવ પાર્ક સોસાયટી, ગોડાદરા) અને વિપુલ બલદાણીયા (રહેવાસી, ધ્રુવ પાર્ક સોસાયટી) 26 માર્ચના રોજ બપારના સવા ત્રણ વાગ્યે તેની પાસે આવ્યા હતા તે વખતે ધ્રુવ પાર્ક સોસાયટીમાંથી બળઝબરીપૂર્વક ટુ વ્હીલર પર બેસાડી દીધો હતો. ત્યારબાદ કાકાના દિકરા ઘનશ્યામ ઝીંઝાણાને ફોન કરવા જણાવ્યું હતું અને તેઓના લેણા પેટે નીકળતા બે લાખ રૂપિયા આપવા માટે જણાવ્યું હતું. દરમિયાન ગળા પર ચપ્પુ મૂકી લોખંડના સળિયા વડે ફટકારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા અપહરણનો ગુનો અને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.