SURAT

બાંગ્લાદેશીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવતું રેકેટ ઝડપાયું, 6 મહિલા સહિત 7 ઝડપાયા

સુરત: SOG-PCB પોલીસે (Police) અણવ તસ્કરીના મોટા રેકેટને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. બાંગ્લાદેશથી (Bangladesh) ભારતમાં (India) ગેરકાયદેસર (IIlegal) રીતે ઘુસાડવામાં આવેલા 6 બાંગ્લાદેશી મહિલા સહિત પુરુષને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ તમામ પાસેથી બનાવટી ભારતીય આધારકાર્ડ, પાનકાર્ડ, જન્મનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ કબજે કર્યા છે. ભારતમાં ગગેરકાયદેસર માનવ તસ્કરી કરાવનાર મુખ્ય સૂત્રધાર (એજન્ટ) ને પણ પકડી પાડવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, PCB એ બાતમીના આધારે આખું ઓપરેશન સફળ બનાવ્યું છે. ભારતમાં ગેરકાયદે સર ઘૂસણખોરી કરી સુરતના પલસાણા અને ઉધના વિસ્તારમાંથી રહેતા 3 પુરુષ અને 3 મહિલાને ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસમાં ઝડપાયેલા ઈસમો પાસેથી બોગસ આધાર સહિતના પુરાવા પણ કબજે કરવામાં આવ્યા છે. આ તમામને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશની સતખીરા બોર્ડરથી ભારતમાં ઘુષણખોરી કરાવનાર મુખ્ય એજન્ટની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં પણ અમદાવાદમાં રહેતા અને આ બાંગ્લાદેશીઓને ગેરફાયદે રીતે ડોક્યુમેન્ટ બનાવી આપનાર એક ને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા 7 ઇસમો પૈકી પલસાણાની આરાધના સોસાયટીમાંથી તરીકુલ મંડલ, બોબી તરિકુલ મંડલ, માફિઝુર રહેમાન મિયા, સુમોના શેખની ધરપકડ કરવાની આવી છે. જ્યારે ઉધનાના દાગીના નગરમાં ચોકસી એપાર્ટમેન્ટમાં રહેતા મોહંમદ ફઝરબ્બી અને શરીફા ખાતુનની ધરપકડ કરવામાં આવી છે. આ તમામની પૂછપરછમાં આરોપી બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે. આ તમામને સુરત લાવવામાં મુખ્ય એજન્ટ તરીકેની ભૂમિકા રાજ નામના ઇસમે કરી હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં ઉમેર્યું હતું કે, રાજ પણ ઉધનાનો રહેવાસી હોવાનું હાલ જાણવા મળ્યું છે. SOGની ટીમ દ્વારા બાતમીના આધારે ઈબ્રાહીમ ઉર્ફે રાજ શેખની પણ ચોકસી એપાર્ટમેન્ટ દાગીના નગર ઉધના ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ઈબ્રાહીમ ઉર્ફે રાજની પૂછપરછમાં તે બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. રાજ પણ મૂળ બાંગ્લાદેશના પેરોલી ગામનો વતની છે. પોતાના ગામના આજુબાજુની આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓ તેમજ પુરુષોને વધારે પગાર અપાવવાની લાલચ આપીને બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરાવતો હોવાનું સામે આવ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે, ઈબ્રાહીમ બાંગ્લાદેશીઓને સતખીરા જિલ્લાથી બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના બનગાંવમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરાવતો હતો. ત્યારબાદ કલકત્તાથી ટ્રેન તેમજ પ્લેન મારફતે સુરત શહેર અને જિલ્લામાં બે વ્યાપારના ધંધા સાથે જોડાયેલા ઈસમોનો સંપર્ક કરતો હતો. ત્યારબાદ આ મહિલાઓ પાસે જ દેહવ્યાપારનો ધંધો કરાવતો હતો. ત્યારબાદ મહિલાઓ પાસેથી થતી આવકમાંથી તે પોતાનું જીવન ચલાવતો હતો.

વધુમાં જાણવા મળ્યું હતું કે, આ બાંગ્લાદેશી લોકો પકડાઈ ન જાય એટલા માટે અમદાવાદના નોબલ નગરમાં રહેતા શાહિદખાન મુસ્તફા ખાન પાસે તમામ લોકોને ખોટા ભારતીય ઓળખ અંગેના પુરાવાઓ બનાવતો હતો. ઈબ્રાહીમ ઉર્ફે રાજ નામનો મુખ્ય આરોપી બાંગ્લાદેશી લોકોને બોર્ડર ક્રોસ કરાવવાના વ્યક્તિ દીઠ 90 હજાર રૂપિયા લેતો હતો. તો બીજી તરફ બાંગ્લાદેશીઓને ખોટા આધારકાર્ડ સહિતના અન્ય ભારતીય ડોક્યુમેન્ટ પુરાવા બનાવી આપનાર શાહિદખાનને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

હાલ પોલીસે 5 મોબાઇલ, ભારતીય પીવીસી 8 આધાર કાર્ડ, ભારતના 3 પાનકાર્ડ, 1 બાંગ્લાદેશી પાસપોર્ટની કલર ઝેરોક્ષ, 2 બાંગ્લાદેશની નેશનલ ID કાર્ડની લેમિનેશન કોપી, 3 બાંગ્લાદેશી જન્મ દાખલાની કલર ઝેરોક્ષ, ભારતીય જન્મ દાખલાની 1 કોપી, બાંગ્લા બેંકનું એક ATM કાર્ડ, બાંગ્લાદેશનું કોવિડ 19 વેક્સિન સર્ટિફિકેટની 1 કોપી, બાંગ્લાદેશની સ્કૂલનો બોર્ડ ઓફ એડમિટ કાર્ડની લેમિનેશનની 1 કોપી અને બાંગ્લાદેશી નિકાહના માની 1 કલર ઝેરોક્ષ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Most Popular

To Top