SURAT

સુરતનાં પાંડેસરા ખાડી કિનારેથી ઈજાગ્રસ્ત હાલતમાં એક યુપીવાસી યુવકની લાશ મળી આવતા ચકચાર

સુરત: પાંડેસરા ખાડી કિનારેથી ઈજાગ્રસ્ત હાલતમાં એક યુપીવાસી યુવકની લાશ (Deadbody) મળી આવી હતી. પોલીસે (Police) આ કેસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં હત્યારાની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. આ અંગેની જાણ મૃતકના ભાઈ સુખલાલે કરી હતી. યુપીવાસી યુવક મતગંજનની લાશ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. તેનાં પેટમાં ચપ્પુ હુલાવવામાં આવ્યું હતું જેનાં કારણે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યો હતો.

સુખલાલ પરમાર (મૃતકનો ભાઈ)એ કહ્યું હતું કે મતગંજન હીરા લાલ પરમાર (ઉ.વ. 36) પાંડેસરા લષ્મી નગર ગણપત ચાલમાં રહેતો હતો. એટલું જ નહીં પણ દારૂનો ધંધો કરતો હતો. ક્યારેક તો અડ્ડા પર જ રાત વિતાવતો હતો. પહેલી ઓગસ્ટ ના રોજ મતગંજન ખાડી કિનારે પડેલો હોવાની જાણ થતાં સારવાર માટે સિવિલમાં દાખલ કરાયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે આજે સવારે મતગંજનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેનાં પરિવારમાં માતા-પિતા, ભાઈ-બહેન છે જેઓ વતનમાં રહે છે. મતગંજન કુંવારો હતો. એની હત્યા કરનાર બરસાતીને પોલીસે પકડી પાડ્યો હતો. જોકે હાલ હત્યા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી.

ખડકાચીખલી ગામે દંપતી પર કુહાડીના હાથા વડે પિતા-પુત્રનો હુમલો
વ્યારા: સોનગઢના ખડકાચીખલી ગામે દંપતી ઉપર કુહાડીના હાથા વડે હુમલો થયો હતો. પોતાના ખેતરની પાળ તોડી રહેલા પિતા-પુત્રને અટકાવતાં મામલો ગરમાયો હતો. ઇજાગ્રસ્ત દંપતીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ સમયે તેમની ૦૭ વર્ષની પુત્રી પણ સાથે હતી. તેનો બચાવ થયો હતો. અજય ગામીતે હુમલો કરનારા પિતા-પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ખડકાચીખલી ગામે નિશાળ ફળિયામાં રહેતા અજય નરસિંહ ગામીત (ઉં.વ.૪૫) ગત તા.૩૦મી જુલાઇએ પોતાની પત્ની રસીલાબેન ગામીત (ઉં.વ.૪૩) પોતાના ખેતરમાં ડાંગરની રોપણી કરી રહ્યા હતા. બપોરે અઢી વાગ્યાના અરસામાં અડીને આવેલા ખેતરમાંથી ખડકાચીખલીના જયદીપ દિલીપ ગામીત પોતાનું ટ્રેક્ટરથી અજયભાઈના ખેતરની પાળ તોડતો હોય, રસીલાબેન તેને અટકાવવા જતાં જયદીપ ગામીતે આ તમારું ખેતર નથી કહી ગાળો બોલવા લાગ્યો હતો. આ દરમિયાન જયદીપે પોતાના પિતા દિલીપ ઠાકોર ગામીતને બોલાવતાં કુહાડી લઈને ખેતરમાં દોડી આવી રસીલાબેનને કુહાડીના હાથાથી મારવા લાગ્યો હતો. પોતાની પત્નીને છોડાવવા ગયેલા અજયભાઈને પિતા-પુત્રએ કુહાડીના હાથાથી દંપતીને ફટકા મારી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top