SURAT

પત્ની સાથે ચેટીંગ કરનાર મિત્ર ઉપર વહેમ રાખી મિત્રતા તોડી જાનથી મારવાની ધમકી

સુરત: (Surat) જહાંગીરપુરા ખાતે યુવકે પત્ની (Wife) સાથે વોટ્સએપ ચેટીંગ (Whatsapp Chatting) કરતા મિત્ર (Friend) સાથે મિત્રતા તોડી નાખી હતી. પોતાનો જ મિત્ર પોતાની પત્ની સાથે વોટ્સઅપ પર ચેટિંગ કરે છે તેવો પતિને વહેમ હતો. તેની અદાવત રાખીને પતિ (Husband) બીજા બે મિત્રો સાથે રાત્રે તેના મિત્રના ઘરે પહોંચી ગયો હતો. જોકે મિત્ર ઘરે નહીં મળતા તેના માતા પિતા સામે તમારા છોકરાને જાનથી મારી નાખવાની ધમકી (Threat) આપતા જહાંગીરપુરા પોલીસમાં (Police) ફરિયાદ નોંધાવી હતી.

  • પત્ની સાથે ચેટીંગ કરનાર મિત્ર ઉપર વહેમ રાખી મિત્રતા તોડી મિત્રએ મિત્રને આપી જાનથી મારવાની ધમકી
  • મધરાતે ત્રણ મિત્રોને ઘરે લઈ જઈને પરિવારને ધમકી આપી ગયા હતાં
  • તમારો છોકરો વત્સલ જીવતો જોવા મળશે નહીં, તેને અમે પતાવી દઈશું
  • 6 મહિના પહેલા વત્સલની જીજ્ઞેશ અને તેની પત્ની હેની સાથે મિત્રતા હતી

જહાંગીરપુરા ખાતે જલારામ સોસાયટીમાં રહેતા 25 વર્ષીય વત્સલ ભરતભાઈ પટેલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જીગ્નેશ ઉમેશભાઈ ચૌહાણ (રહે.ગ્રીનસીટી ગોલ્ડ, પાલ), સાગર મૈસુરીયા (અમરોલી) અને આકાશ પટેલ (રહે, મેઘ મલ્હારવાટીકા, જહાંગીરપુરા) ની સામે ફરિયાદ નોંધાવી હતી. 6 મહિના પહેલા વત્સલની જીજ્ઞેશ અને તેની પત્ની હેની સાથે મિત્રતા હતી. જેથી ઘણી વખત જીજ્ઞેશની પત્નીની વત્સલ સાથે વોટ્સએપમાં ચેટીંગ થતી હતી. જે વાતનું જીજ્ઞેશને ખોટુ લાગી આવ્યું હતું. વત્સલ ઉપર વહેમ રાખી તેની સાથે બોલાચાલી કરી હતી. અને તેમને મિત્રતા તોડી નાખી હતી.

ત્યારબાદ ગત 8 એપ્રિલે રાત્રે વત્સલ નાઈટ શિફ્ટમાં ઉગત બોટનિકલ ગાર્ડન ખાતે નોકરી ઉપર હતો. ત્યારે તેનો મિત્ર જીગ્નેશે ફોન કરીને તુ ક્યાં છે તેવું પુછતા વત્સલે ઘરે હોવાનું ખોટુ કહ્યું હતું. જેથી જીગ્નેશ પોણા બાર વાગે વત્સલના ઘરે પહોંચી ગયો હતો. વત્સલ ઘરે નહીં મળતા ફોન ઉપર તેને તુ ઘરે આવેલ નથી મારી સાથે ખોટી વાત કરે તેમ કહીને ગાળો આપી હતી. તથા વત્સલના માતા-પિતાને વત્સલ કેમ ખોટુ બોલે છે? તેવું કહીને ત્રણેય જણા ગાળાગાળી કરી તમારો છોકરો વત્સલ જીવતો જોવા મળશે નહીં, તેને અમે પતાવી દઈશું તેવી ધમકી આપી જીગ્નેશ આકેશ અને સાગર જતા રહ્યા હતા.

Most Popular

To Top