સુરત : સુરત (Surat) ખટોદરા પોલીસે (Police) MD ડ્રગ્સ (Drugs) સાથે ત્રણ ને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. જૂની સબજેલ પાસે થી ત્રણેય યુવાનો 6.760 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કાર સહિત કુલ 7.96 લાખ નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. પકડાયેલા ત્રણ પૈકી એક કાપડ નો વેપારી હોવાનું હાલ જાણવા મળ્યું છે. પોલીસે એકને વોન્ટેડ બતાવી તેની પણ વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું હતું મેં ઝડપાયેલા આરોપીએ મુંબઈથી એમ.ડી.ડ્રગ્સનોનો જથ્થો લાવ્યા હોવાની કબૂલાત કરી છે. ખટોદરા પોલીસ અને એલસીબી ઝોન-4 ની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધરી ત્રણેયને ઝડપી પાડયા છે.ત્રણેય આરોપીઓ પૈકીનો એક આરોપી કાપડના ધંધા સાથે સંકળાયેલો છે. જ્યારે અન્ય એક આરોપી સમોસાની લારી ચલાવતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક ઓલા કંપનીમાં ડ્રાઇવિંગનું કામ કરતો હોવાનું જાણવા મળ્યુ છે. ફોર વ્હીલ કાર અને એમડી ડ્રગ્સના જથ્થા સહિત સાત લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી રેહાન ,અરબાઝ અને એઝાઝની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુંબઈથી કોણે ડ્રગ્સ વેચાણ માટે આપ્યું તથા અન્ય કોણ કોણ આ નશીલા ધંધામાં જોડાયેલા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.