સુરત વેસુના (Vesu) એક નવનિર્મિત બધાતા કોમ્પ્લેક્ષનાં બીજા માળે થી પટકાયેલા 6 સંતાનોના પિતાનું કરુણ મોત (Death) નીપજ્યું હતું. રાત્રીના ભોજન બાદ બીજા માળે ગયા બાદ સવારે રમણ ભાઈ ગ્રાઉન્ડ ફ્લોર (Ground Floor) પરથી ઇજાગ્રસ્ત (Injured) હાલતમાં મળી આવ્યા હતા. વેસુ પોલીસે (Police) આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું હતું કે રમણભાઇ રુપસિંગ નિનામાં ઉ.વ. 42 રહે રાજસ્થાન બાડમેર ના રહેવાસી બે દિવસ પહેલા જ રોજગારીની શોધમાં સુરત આવ્યા હતા. એટલું જ નહીં પણ નોકરીના પહેલા જ દિવસે બીજા માળે થી નીચે પટકાયા હતા. પરિવાર ઘટનાની જાણ બાદ શોકમાં ડૂબી ગયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે રમણભાઈ વેસુમાં રઘુવીર સ્પેલેક્સ નામના નવનિર્મિત બાંધકામમાં મજૂરી કામ કરતા હતા. સંતાનમાં બે દીકરી અને 4 દીકરા હોવાનું જાણવા મળ્યું છે. રમણ ભાઈનાં અકસ્માત મોત ને લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પાંડેસરામાં ત્રણ વર્ષનો બાળક રમતાં રમતાં પાણીની ટાંકીમાં પડી જતાં મોત
સુરત: પાંડેસરા વિસ્તારમાં રહેતા અને એમ્બ્રોઇડરી ખાતામાં નોકરી કરતા શ્રમજીવી પરિવારના ત્રણ વર્ષના દીકરો રમતા-રમતા પાણીની ટાંકીમાં પડી ગયો હતો. તેના બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસ સ્ટેશન અને નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર હાલમાં પાંડેસરા વિસ્તારમાં આવેલ મિલન પોઈન્ટ પાસેની તૃપ્તીનગરમાં રહેતો સચિનકુમાર કોળી મૂળ ઉત્તર પ્રદજેશનો વતની છે. પરિવારમાં પત્ની અને બે પુત્ર છે. તે એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. સંતાનો પૈકી ત્રણ વર્ષિય પુત્ર આર્યન ઘરમાં એકલો રમી રહ્યો હતો. દરમિયાન તે રમતા રમતા બીજા માળની ટેરેસ પર આવેલી પાણીની ટાંકીમાં પડી ગયો હતો. થોડોસમય વીત્યા બાદ માતાને આર્યન ઘરમાં નહીં દેખાતા પરિવારનજોએ તેની શોધખોળ હાથ ધરી હતી. બીજા માળ પર જઈને પાણીની ટાંકીમાં જોતા આર્યન ડૂબી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે પાંડેસરા પોલીસે વધુની તપાસ શરૂ કરી છે.
અડાજણમાં 14 માળે ટેરેસ પર કામ કરતી વખતે લિફ્ટના ખુલ્લા ભાગમાં પટકાતા મોત
સુરત: અડાજણમાં નવી બંધાતી બિલ્ડિંગના 14 મા માળના ટેરેસ પર કામ કરતો મજુર લિફ્ટના ખુલા ભાગમાંથી નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અડાજણ વિસ્તારમાં આવેલા રાજહંસ સિનેમાની પાછળ શ્રીપદ સેવન્ટા નામની નવી બિલ્ડિંગ બંધાઈ રહી છે. ત્યાં મજુરી કામ કરતો જેનીશ ઉમેશભાઈ સંગાડા ગુરૂવારના રોજ બિલ્ડીંગના 14માં માળના ટેરેસ પર મજુરી કામ કરી રહ્યો હતો. તે સમયે અચાનક જ તે કોઈક રીતે લિફ્ટના ખુલ્લા ગાળામાં નીચે પટકાયો હતો. જેનીશને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે અડાજણ પોલીસે વધુની તપાસ શરૂ કરી છે.