SURAT

શ્રીજીની 9 ફુટથી ઉંચી પ્રતિમાની સ્થાપના કરી શકાશે નહીં: સુરત પોલીસ કમિશનર

સુરત: આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ (Ganesh Utsav) શરૂ થશે ત્યારે ગણેશ મંડળોમાં બે વર્ષ બાદ ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. ગણેશજીની પ્રતિમાને લઈને મુખ્યમંત્રી દ્વારા ઉંચાઈને લઈને છુટ આપવાની જાહેરાત બાદ આજે પોલીસ કમિશનરે (Police Commissioner) પણ આ અંગે જાહેરનામું પ્રસિદ્ઘ કરીને શ્રીજીની 9 ફુટથી ઉંચી પ્રતિમાની સ્થાપના નહીં કરી શકાશે.

  • શ્રી જીની 9 ફુટથી ઉંચી પ્રતિમાની સ્થાપના કરી શકાશે નહીં: પોલીસ કમિશનર
  • કોરોનાના બે વર્ષ બાદ ચાર ફુટથી ઉંચી પ્રતિમા પર પ્રતિબંધ દૂર કરાયો

શહેરમાં બે વર્ષથી કોરોના અને લોકડાઉનને લીધે શ્રીજી ઉત્સવ ઉપર કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા હતા. બે વર્ષથી ગણેશજીની પ્રતિમાની ઉંચાઈ બાબતે પણ સ્પષ્ટ જાહેરનામું હતું. ચાર ફુટથી મોટી પ્રતિમાઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ વર્ષે જ્યારે તમામ પ્રતિબંધો હળવા થયા છે ક્યાં દૂર થયા છે ત્યારે મુખ્યમંત્રીએ ગણેશજીની પ્રતિમાની ઉંચાઈ બાહતે પ્રતિબંધો દૂર કરી દેવાયા હતા. ત્યારબાદ આજે પોલીસ કમિશનરે જાહેરાનામું પ્રસિદ્ધ કરીને ગણેશજીની પ્રતિમાની ઉંચાઈ 9 ફુટ સુધીની મંજુરી આપી છે. 9 ફુટની ઉંચી પ્રતિમા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સાથે જ મોટી પ્રતિમાઓનું અને પીઓપીની પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ તળાવ તથા દરિયામાં કરવા સૂચના આપી છે. મૂર્તિકારો માટે પણ કેટલીક બાબતો સ્પષ્ટ સૂચના આપી છે કે, ગણેશ સ્થાપના બાદ બચેલી પ્રતિમાઓ ગમે ત્યાં ફેકી કે મુકીને જવી નહીં.

શહેરમાં ક્યારેક તડકાં વચ્ચે ઝાપટાં તો ઝરમર વરસાદ પડ્યો
સુરત : શહેરમાં છેલ્લા દસ દિવસથી ચાલી રહેલી વરસાદની હેલીમાં છેલ્લા બે દિવસથી વરસાદની સવારી ધીમી પડી હોય શહેરીજનોએ થોડી રાહત અનુભવી છે. ત્યારે શનિવારે પણ શહેરમાં કયારેક તડકો તો કયારેક છાયાની રમત વચ્ચે છુટાછવાયા ઝાપટાં વરસતા રહ્યા હતા. જો કે શુક્રવારે રાત્રે આઠ વાગ્યાથી શનિવારે રાત્રે આઠ વાગ્યા સુધી 24 કલાકમાં માત્ર અડધોથી પોણો ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હતો. જેમાં સેન્ટ્રલ, વરાછા-બી અને અઠવા ઝોનમાં પોણો ઇંચ જયારે વરાછા ઝોન-એમાં એક ઇંચ પાણી વરસ્યું હોવાનું નોંધાયું હતું.

  • ઝોનવાઇઝ વરસાદ
  • સેન્ટ્રલ 20 મીમી
  • રાંદેર 15 મીમી
  • કતારગામ 13 મીમી
  • વરાછા-એ 24 મીમી
  • વરાછા -બી 19 મીમી
  • લીંબાયત 09 મીમી
  • અઠવા 20 મી મી
  • ઉધના 13 મીમી

Most Popular

To Top